એશિયન ગેમ્સમાં વોલીબોલમાં ભારતીય મેન્સ ટીમની વિજયી શરૂઆત, કમ્બોડિયાને 3-0થી હરાવ્યું

September 20, 2023

ભારતીય પુરુષ વોલીબોલ ટીમે ગઈકાલે કમ્બોડિયાને 3-0થી હરાવી એશિયન ગેમ્સમાં વિજયી શરૂઆત કરી હતી. ભારતીત ટીમે પ્રથમ મેચમાં શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. પૂલ-Cની મેચમાં ભારતે નીચલા ક્રમાંકિત ટીમ કંબોડિયાને 25-14, 25-13, 25-19થી હરાવ્યું હતું.પૂલ-Cમાં આજે ભારતીય ટીમની ખરી કસોટી થશે જયારે તે વિશ્વની 27માં નંબરની ટીમ દક્ષિણ કોરિયા સાથે ટકરાશે. હાંગઝોઉં એશિયન ગેમ્સમાં કુલ 19 ટીમે ભાગ લઇ રહી છે, જેમાં જાપાન, ચીન અને  દક્ષિણ કોરિયા જેવી મજબૂત ટીમો પણ સામેલ છે. જાપાને પુરુષ વોલીબોલમાં 27 મેડલ જીત્યા જાપાને અત્યાર સુધી પુરુષ વોલીબોલમાં કુલ 27 મેડલ જીત્યા છે જેમાં 16 ગોલ્ડ મેડલ સામેલ છે. બીજા નંબરે ચીન છે જેણે 11 ગોલ્ડ મેડલ જીત્યા છે જયારે દક્ષિણ કોરિયાએ 5 ગોલ્ડ મેડલ જીત્યા છે. દક્ષિણ કોરિયાની ટીમ 5 ગોલ્ડ મેડલ સાથે ત્રીજા નંબરે વિરાજમાન છે.