હુમલાને લઈને મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી : ખડગે
May 02, 2025

પહલગામ : પહલગામ આતંકવાદી હુમલા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની ઈમરજન્સી બેઠક શુક્રવારે સાંજે દિલ્હીમાં યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસે આતંકવાદ વિરૂદ્ધ લડાઈમાં કેન્દ્રની મોદી સરકારને તમામ શક્ય મદદ કરવાની વાત કરી છે. બેઠકમાં ખડગેએ કહ્યું હતું કે, 'પહલગામ હુમલા પર મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી.' જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને ખડગેએ કહ્યું કે, 'રાહુલ ગાંધીને શુભેચ્છા આપી છે.'
ખડગેએ કહ્યું કે, 'દેશની એકતા અને અખંડતામાં જે અડચણરૂપ બનશે તેના વિરૂદ્ધ સૌ સાથે મળીને કડકાઈથી લડીશું. આખુ વિપક્ષ આ મુદ્દે સરકારની સાથે ઉભું છે. આ સાથે ખડગેએ આરોપ લગાવ્યો છે કે પહલગામ હુમલા બાદ પણ મોદી સરકાર તરફથી કોઈ સ્પષ્ટ રણનીતિ સામે આવી નથી. રાહુલ ગાંધીએ કાનપુરમાં શુભમ દ્વિવેદીના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. સાથે જ સરકાર સાથે માર્યા ગયેલા લોકોને શહીદનો દરજ્જો અને સન્માન આપવાની માગ કરી છે.'
Related Articles
કાશ્મીરમાં 1,000 થી વધુ મદરેસાઓને આગામી આદેશ સુધી બંધ કરી દેવાયા
કાશ્મીરમાં 1,000 થી વધુ મદરેસાઓને આગામી...
May 03, 2025
જમ્મુ-કાશ્મીરના ડાલ લેકમાં દુર્ઘટના, પ્રવાસીઓ ભરેલી શિકારા પલટી
જમ્મુ-કાશ્મીરના ડાલ લેકમાં દુર્ઘટના, પ્ર...
May 03, 2025
દેશમાં પહેલીવાર નાઇટ લેન્ડિંગ ડ્રીલ થઈ, રાફેલ-સુખોઈ, જેગુઆર લેન્ડ થયા
દેશમાં પહેલીવાર નાઇટ લેન્ડિંગ ડ્રીલ થઈ,...
May 03, 2025
પાકિસ્તાને સતત 9મી રાત્રે LoC પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું
પાકિસ્તાને સતત 9મી રાત્રે LoC પર યુદ્ધવિ...
May 03, 2025
9 મેના રોજ મોસ્કોમાં યોજાનાર રશિયાના વિજય દિવસ સમારોહમાં રાજનાથ સિંહ ભાગ નહીં લે
9 મેના રોજ મોસ્કોમાં યોજાનાર રશિયાના વિજ...
May 03, 2025
શિરગાંવમાં શ્રી લૈરાઈ 'જાત્રા' દરમિયાન નાસભાગ, 7 લોકોના મોત, 30થી વધુ ઘાયલ
શિરગાંવમાં શ્રી લૈરાઈ 'જાત્રા' દરમિયાન ન...
May 03, 2025
Trending NEWS

02 May, 2025

02 May, 2025