રાજા રઘુવંશી હત્યા કેસનું ઉકેલાયું રહસ્ય! ચારેય આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ્યો

June 11, 2025

રાજા રઘુવંશીની હત્યાના ચારેય આરોપીઓએ ગુનો સ્વીકાર કરી લીધો છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કહ્યું કે તેમને રાજા રઘુવંશીની હત્યા કરી હતી અને હત્યા બાદ તેમના મૃતદેહને ઊંડી ખીણમાં ફેંકી દીધો હતો. ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચે આરોપીના આ ગુનાનો સ્વીકાર કર્યાની પુષ્ટિ કરી છે, જેમાં રાજાની પત્ની સોનમ રઘુવંશીને મુખ્ય આરોપી અને કાવતરાખોર તરીકે બતાવવામાં આવી રહી છે.

રાજા કુશવાહા આ સમય દરમિયાન ઈન્દોરમાં જ હતો, પરંતુ તેને વિશાલ, આકાશ અને આનંદ નામના ત્રણ આરોપીઓને મેઘાલયમાં ખર્ચ માટે લગભગ 40-50 હજાર રૂપિયા આપ્યા હતા. હત્યાકાંડના સમયે સોનમ રઘુવંશી પણ ત્યાં હાજર હતી. આરોપીઓએ કહ્યું તે સોનમ પોતાના પતિ રાજાને મરતાં જોઈ રહી હતી. ત્યારબાદ આરોપીઓએ રાજાનો મૃતદેહ ઉંડી ખીણમાં ફેંકી દીધો.

મીડિયા સાથેની વાતચીતમાં ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચે એસીપી પૂનમ ચંદ યાદવે આ મામલે સોનમના ઈન્દોર પરત આવી છે કે નહીં આ મામલના પુષ્ટિ હાલમાં મેઘાલય પોલીસ જ કરી શકશે. તેમને કહ્યું કે આ સંબંધમાં ઈન્દોર પોલીસ પાસે હાલમાં કોઈ તથ્ય મળ્યું નથી.

સોનમ રઘુવંશીની સોમવારે સવારે ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી અટકાયત કરવામાં આવી હતી. તેને પૂછપરછમાં જણાવ્યું કે તેને મદદ માટે એક ઢાબાના માલિકનો સંપર્ક કર્યો. તેને દાવો કર્યો કે તેને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે બાદ તે બેભાન થઈ ગઈ અને તેને યાદ નથી કે તે ગાઝીપુર કેવી રીતે પહોંચી.