ભરૂચના અંકલેશ્વરના દીવા ગામે વૃદ્ધનું રેસ્ક્યુ, પુરના કારણે વૃક્ષ પર રાત વિતાવી

September 19, 2023

ભરૂચના અંકલેશ્વરના દીવા ગામે વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું છે. જેમાં પુરના પાણી આવી જતા વૃક્ષ પર વૃદ્ધે રાત વિતાવી હતી. તેમાં વૃદ્ધે પોતાનો જીવ બચાવવા વૃક્ષનો સહારો લીધો હતો. જેમાં NDRF અને સ્થાનિકો દ્વારા વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું છે. અંકલેશ્વરના દીવા ગામે વિચિત્ર ઘટના બની હતી. પુરના પાણી આવી જતાં એક વડિલે ઝાડ ઉપર રાત વિતાવી છે. પુરના પાણી આવી જતા વૃદ્ધે પોતાનો જીવ બચાવવા માટે વૃક્ષનો સહારો લીધો હતો.

જેમાં આખી રાત વૃક્ષ પર બેસીને વૃદ્ધ જાગતા રહ્યા હતા. તેમાં આખરે એનડીઆરએફ અને સ્થાનિકો દ્વારા તેમને બચાવી લેવાયા છે. ગુજરાતમાં વરસાદને કારણે બારે મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નર્મદા નદીના પૂરના પાણી ઘૂસ્યા છે.