શેરબજારમાં મંદીનું જોર યથાવત, સેન્સેક્સે 77000નું લેવલ ગુમાવ્યું, આઈટી શેર્સમાં મોટુ ગાબડું
November 18, 2024
શેરબજારમાં એફઆઈઆઈની વેચવાલી અને વૈશ્વિક પડકારો વચ્ચે મંદીનું જોર યથાવત છે. આજે સપ્તાહની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટિવ ખૂલ્યા બાદ સતત તૂટ્યા છે. આઈટી શેર્સમાં પણ મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે.
નબળા ત્રિમાસિક પરિણામો અને વિદેશી રોકાણકારોની વેચવાલીના પગલે આજે સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછાળે ખૂલ્યા બાદ 600થી વધુ પોઈન્ટ તૂટી 77000નું લેવલ પણ ગુમાવ્યું હતું. બાદમાં 11.00 વાગ્યે 442.21 પોઈન્ટના કડાકે 77138.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 23400ની સાયકોલોજિકલ સપાટી ગુમાવી 181.70 પોઈન્ટના કડાકે 23351.00 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
અમેરિકામાં ટ્રમ્પને બહુમતી મળવાની સાથે ડોલર ઈન્ડેક્સમાં આવેલી તેજીના પગલે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, ફેડ રિઝર્વ જેરોમ પોવેલે વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતાઓ નકારતાં આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં રોકાણકારો પ્રોફિટ બુક કરી રહ્યા છે. આજે બીએસઈ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ઈન્ડેક્સ 3 ટકા તૂટી 40861.16ની બોટમે પહોંચ્યો હતો. 11 વાગ્યા સુધીમાં જ તેમાં 1337 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. ટેક્નોલોજી ઈન્ડેક્સ પણ 2.50 ટકાના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. ટીસીએસ 3.64 ટકા, વિપ્રો 3.52 ટકા, માઈન્ડ ટ્રી 3.54 ટકા, ઈન્ફોસિસ 3.12 ટકાના ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.
Related Articles
સોનું ફરી મોંઘું, ચાંદી 2.18 લાખને વટાવી ગઈ
સોનું ફરી મોંઘું, ચાંદી 2.18 લાખને વટાવી...
Aug 03, 2026
વિદેશથી એક ગુડ ન્યૂઝ આવતા જ ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો
વિદેશથી એક ગુડ ન્યૂઝ આવતા જ ભારતીય શેરબજ...
Jul 27, 2026
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દ...
Jul 22, 2026
ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડાકો, ક્રૂડ ઓઈલ એકઝાટકે 80 ડૉલરની નજીક
ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડા...
Jul 08, 2026
ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સમાં 1800 તો નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ,...
Jul 08, 2026
Trending NEWS
19 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026