Breaking News :
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર, ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વલસાડમાં ટિકિટ વિના પ્રવાસ કરતાં યુવાનને ટીસીએ ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી દીધો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત

February 13, 2025

ભલાડથી વાપી લોકલ ટ્રેનમાં પોતાનું કામ પતાવી વગર ટિકિટે પરત ફરી રહેલા બે યુવાનો અને ટિકિટ ચેકર વચ્ચે બોલાચાલી થઈ હતી. ટી.સી.એ પિત્તો ગુમાવતા વાપીના બલીઠા પાસે 20 વર્ષના યુવાનને ચાલું ટ્રેને ધક્કો મારતાં યુવાન નીચે પટકાતાં ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. રેલવે પોલીસે ઈજાગ્રસ્ત યુવાન અને તેના મિત્રના સ્ટેટમેન્ટ લઈ ફરિયાદ ગુનો નોંધ્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વાપીના રામનગર ખાતે રહેતાં સંદીપ રામચરિત આર્યા (ઉં.વ.૨૦) તેનાં મિત્ર અજય ભિલાડ ખાતે ઇન્સ્યુલેશનનું કામ કરવાં ગયા હતાં અને સમાન પૂરો થતાં તેઓ સમાન લેવાં માટે મંગળવારે (11મી ફેબ્રુઆરી) 11.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ. વલસાડ લોકલ ટ્રેનમાં ભિલાડ સ્ટેશનથી વાપી આવવાં માટે સ્ટેશન પર પહોંચ્યા હતા. આ દરમિયાન ટ્રેન આવી જતા ટિકિટ લીધાં વગર જ ટ્રેનમાં ચઢી ગયા હતાં. ત્યારબાદ ટિકિટ ચેકર તપાસ માટે આવતાં તેની સાથે રકઝક ચાલી હતી. યુવાનોનાં કહેવાં મુજબ તેઓએ ટિકિટના પૈસા આપી દેવાં માટે જણાવ્યું હતું. પરંતુ ટી.સી.એ બંને પાસેથી એક-એક હજાર રૂપિાય માંગ્યા હતા, તેઓ પાસે માત્ર 500 રૂપિયા જ હોય ભિલાડથી વાપીના આટલાં બધા રૂપિયા કેવી રીતે થાય? તેમ જણાવી વધારે જીભાજોડી કરી હતી. 

આ બંને યુવાનોએ તેમના શેઠ સાથે મોબાઇલ પર વાત કરાવી હતી, પરંતુ ટી.સી. નહીં માનતા ઝગડો ઉગ્ર બનતાં ટી.સી.એ સંદીપનો મોબાઇલ લઈ લેતા આ બબાલ દરમિયાન વાપી સ્ટેશન પણ આવી ગયું હતું. ટી.સી.એ બંનેને ટ્રેનમાંથી નીચે ઉતરવા દીધાં ન હતા, જેથી તેઓએ બે વખત ચેઈન પુલિંગ કરી હતી. તેઓ વચ્ચેનો ઝગડો ઉગ્ર બનતાં ટી. સી.એ મગજ પરનો કાબુ ગુમાવતા વાપીનાં બલીઠા ફાટક પાસે સંદીપને ચાલુ ટ્રેને જ ધક્કો મારી દેતાં તે ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. જેમાં તેને માથા, મોઢા અને પેટના ભાગે ગંભીર ઈજા થઇ હતી. ટ્રેનમાંથી નીચે પટકાતાં ટ્રેનને ચેઇન પુલિંગ કરી ઊભી રખાવી હતી અને 108ને ફોન કરતાં ટીમ સ્થળ પર પહોંચી સંદીપને વલસાડ સિવિલ હોસ્પિટલમાં આઈ. સી. યુ. માં સારવાર માટે દાખલ કર્યો છે. આ ઘટનામાં સદનસીબે સંદીપનો જાન બચી ગયો હતો. આ બનાવ અંગે  રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.