ભારત-પાકિસ્તાન મહામુકાબલામાં તૂટ્યા આ 10 મોટા રેકોર્ડ
September 12, 2023

ભારતે એશિયા કપ 2023માં સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું હતું. આ ભારતીય ટીમની વનડે ફોર્મેટમાં પાકિસ્તાન સામે સૌથી મોટી જીત હતી. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 94 બોલમાં 122 જયારે ઈજાથી લાંબા સમય બાદ ટીમમાં પરત ફરેલા કે એલ રાહુલે 106 બોલમાં 111 રનની શાનદાર ઇનિંગ રમી હતી. વિરાટ અને રાહુલની શાનદાર સદીના કારણે ભારતે 356 રનનો વિશાલ સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં પાકિસ્તાન ટીમ 32 ઓવરમાં માત્ર 128 રન જ બનાવી શકી હતી.
કુલદીપ યાદવે ગઈકાલની મેચમાં જબરદસ્ત બોલિંગ કરી હતી. કુલદીપે 25 રન આપીને પાકિસ્તાનની 5 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો હતો. કોહલી સૌથી ઝડપી 13 હજાર રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીએ 267 ઇનિંગ્સમાં 13 હજાર રન બનાવ્યા હતા જયારે સચિને 321 વનડે ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ્યો હતો. ગઈકાલની મેચમાં બીજા પણ ઘણાં રેકોર્ડ બન્યા હતા. અહિયાં એવા જ 10 રેકોર્ડ વિશે જણાવવામાં આવ્યું છે.
1. વનડેમાં પાકિસ્તાન સામે ભારતની સૌથી મોટી જીત
228 રન, 2023 (કોલંબો)
140 રન, 2008 (મીરપુર)
124 રન, 2017 (બર્મિંઘમ)
2. પાકિસ્તાન સામે 200 રનના અંતરથી ભારતની જીત
1972થી 2021 - 4 વખત
2022થી 2023 - 4 વખત
3. વનડેમાં સૌથી વધુ 5 વિકેટ લેનાર ભારતીય ખેલાડી
હરભજન સિંહ - 3
કુલદીપ યાદવ - 2
યુઝ્વેન્દ્ર ચહલ - 2
અનિલ કુંબલે - 2
અમિત મિશ્રા - 2
સચિન તેંડુલકર - 2
કે શ્રીકાંત - 2
4. વનડેમાં પાકિસ્તાન સામે ભારતનો સર્વોચ્ચ સ્કોર
356/2 - 2023
356/9 - 2005
349/7 - 2004
336/5 - 2019
5. સૌથી ઓછી ઇનિંગ્સમાં 13 હજાર રન
વિરાટ કોહલી - 267
સચિન તેંડુલકર - 321
રિકી પોન્ટિંગ - 341
કુમાર સંગાકારા - 363
સનથ જયસૂર્યા - 416
6. (ICC + એશિયા કપ) મેચોમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર ભારતીય ખેલાડી
વિરાટ કોહલી - 17
સચિન તેંડુલકર - 12
રોહિત શર્મા - 11
યુવરાજ સિંહ - 9
સૌરવ ગાંગુલી - 8
શિખર ધવન - 7
રવિન્દ્ર જાડેજા - 6
સુરેશ રૈના - 5
વીરેન્દ્ર સહેવાગ - 5
7. જીતેલી મેચોમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી
રિકી પોન્ટિંગ - 55
વિરાટ કોહલી - 53
સચિન તેંડુલકર - 53
હાશિમ અમલા - 40
એબી ડીવિલિયર્સ - 37
કુમાર સંગાકારા - 37
રોહિત શર્મા - 36
8. વનડેમાં રનના મામલે પાકિસ્તાનની સૌથી મોટી હાર
શ્રીલંકા vs પાકિસ્તાન - 234 રન, 2009 (લાહૌર)
ભારત vs પાકિસ્તાન - 228 રન, 2023 (કોલંબો)
ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન - 224 રન, 2002 (નૈરોબી)
ઇંગ્લેન્ડ vs પાકિસ્તાન - 198 રન, 1992 (નોટિંગહામ)
9. વનડે એશિયા કપમાં સૌથી મોટી જીત
ભારત vs હોંગકોંગ - 256 રન,2008 (કરાંચી)
પાકિસ્તાન vs નેપાળ - 238 રન, 2023 (મુલતાન)
પાકિસ્તાન vs બાંગ્લાદેશ - 233 રન, 2000 (ઢાકા)
ભારત vs પાકિસ્તાન - 228 રન, 2023 (કોલંબો)
10. વનડેમાં પાકિસ્તાન vs ભારતનો સૌથી ઓછો ટીમ સ્કોર
87 રન, 1985 (શારજાહ)
116 રન, 1997 (ટોરંટો)
128 રન, 2023 (કોલંબો)
134 રન, 1984 (શારજાહ)
Related Articles
ક્રિકેટમાં ફરી મેચ ફિક્સિંગનો મામલો, ત્રણ ભારતીય સહિત 8 લોકો પર આરોપ, જાણો તેના નામ
ક્રિકેટમાં ફરી મેચ ફિક્સિંગનો મામલો, ત્ર...
Sep 20, 2023
ODI WC 2023: પાકિસ્તાનની વર્લ્ડ કપ ટીમમાં મોટા ફેરફારના સંકેત
ODI WC 2023: પાકિસ્તાનની વર્લ્ડ કપ ટીમમા...
Sep 20, 2023
એશિયન ગેમ્સમાં વોલીબોલમાં ભારતીય મેન્સ ટીમની વિજયી શરૂઆત, કમ્બોડિયાને 3-0થી હરાવ્યું
એશિયન ગેમ્સમાં વોલીબોલમાં ભારતીય મેન્સ ટ...
Sep 20, 2023
World Cup 2023: દરેક પીચ પર હશે ઘાસ, બાઉન્ડ્રી પણ 70 મીટરથી વધુ, ICCએ સૂચનાઓ કરી જાહેર
World Cup 2023: દરેક પીચ પર હશે ઘાસ, બાઉ...
Sep 20, 2023
Asia Cup 2023 Final : ભારત બન્યું 8મી વખત એશિયા કપનું ચેમ્પિયન
Asia Cup 2023 Final : ભારત બન્યું 8મી વખ...
Sep 17, 2023
IND vs BAN : બાંગ્લાદેશનો 6 રને વિજય, ભારતીય ટીમ ઓલઆઉટ, ગીલ-અક્ષરનું શ્રેષ્ઠ પ્રદર્શન
IND vs BAN : બાંગ્લાદેશનો 6 રને વિજય, ભા...
Sep 16, 2023
Trending NEWS

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023

20 September, 2023