Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આવતીકાલથી ત્રણ દિવસ માવઠાની આગાહી, કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ

December 25, 2024

અમદાવાદ  : ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી છ દિવસમાં ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 28 ડિસેમ્બર સુધીમાં રાજ્યાના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, ત્યારે ખેડૂતોની ચિંતા વધી છે. 29થી 31 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આવતી કાલથી 28 ડિસેમ્બર સુધીમાં વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા 26-27 ડિસેમ્બરમાં કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે 28 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  

રાજ્યમાં આવતી કાલથી ત્રણ દિવસ દરમિયાન ભર શિયાળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે આ મહિનાના અંત સુધી એટલે કે, 29થી 31 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદરમાં નલિયામાં 8.5 સે., અમરેલીમાં 9.7 સે., રાજકોટમાં 9.8 સે., સુરેન્દ્રનગરમાં 12.6 સે., ગાંધીનગર 13 સે., વડોદરામાં 14 સે., અમદાવાદમાં 15 સે., વી.વી. નગરમાં 16.4 સે. તાપમાન નોંધાયું છે.