ન્યૂયોર્કમાં મજૂરોના વેશમાં આવેલા ત્રણ ચોરોએ રૂ. 28 કરોડની તફડંચી કરી

November 01, 2025

ન્યૂયોર્ક : ન્યૂયોર્કમાં એક ઘરમાંથી ત્રણ ચોરો ૩૨ લાખ ડોલર (અંદાજે ૨૮ કરોડ રૂપિયા)ની કિંમતના દાગીના ચોરી ગયા હતા. પેરિસના વિખ્યાત લુવ્ર મ્યૂઝિયમમાં ચોરી થઈ એના થોડા દિવસોમાં વધુ એક ચર્ચાસ્પદ ચોરી થઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ ચોરોએ આ ચોરીને અંદાજ આપ્યો હતો. બ્લૂ રંગની કારમાં એ ત્રણેય નાસી ગયા હતા. આ ચોરી ધોળા દિવસે થઈ હતી. 

સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી. પોલીસે એનો વીડિયો પણ રીલિઝ કર્યો હતો. વીડિયો પ્રમાણે બે આરોપીઓએ કન્સ્ટ્રક્શનમાં કામ કરતા મજૂરો જેવો પહેરવેશ પહેર્યો હતો. કન્સ્ટ્રક્શન વેસ્ટ પહેરવા ઉપરાંત ઉપર કેપ અને આંખને રક્ષણ આપતા ગ્લાસ પહેર્યા હતા. તેના કારણે તેમની ઓળખ કરવાનું મુશ્કેલ બન્યું હતું. 

બાંધકામનું કોઈ કામ કરવા જતા હોય એવી રીતે બંને ચોરો અંદર જાય છે. એની અમુક મિનિટો પછી ઘરની સામે એક કાર આવીને ઉભી રહે છે. કારમાંથી ત્રીજો આરોપી બહાર નીકળ્યો હતો. તેણે  ત્રીજા શંકાસ્પદે સફેદ હૂડી સ્વેટર પહેર્યું હતું. એ બહાર નીકળ્યો કે તરત જ ઘરમાં ઘૂસેલા બે ચોરો બહાર આવ્યા હતા અને કારમાં બેસી ગયા હતા. એ પછી ત્રણેય ઘટનાસ્થળેથી નાસી ગયા હતા.