ધંધુકા બરવાળા રોડ પર અકસ્માતમાં 3 યુવાનોનું કમકમાટી ભર્યું મોત

May 30, 2023

ધંધુકા બરવાળા રોડ પર અકસ્માતમાં ત્રણના મોત થયા છે. ધંધુકા પાસે આવેલી ખેતીવાડી ફાર્મ પાસે અકસ્માત થયો હતો. જેમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણ યુવાનના મોત થયા છે. તેમજ અન્ય બે ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.

ધંધુકા બરવાળા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ધંધુકા પાસે આવેલ ખેતીવાડી ફાર્મ પાસે અકસ્માત સર્જાયો હતો. તેમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે કરૂણ મોત થયા છે. તથા બે વ્યકિતઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમાં ઇજાગ્રસ્તોને ધંધુકામાં 108 એમ્બ્યુલન્સ મારફતે RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ ધંધુકા પોલીસે ઘટનાસ્થળે તપાસની કાર્યવાહી હાથ ધરી છે.