આજે ઈન્ડિયા Vs પાકિસ્તાની મેચ, જાણો વરસાદ થશે તો શું પરિણામ આવશે?

September 11, 2023

ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર ફોરની મેચ વરસાદના કારણે રોકાઈ ગઈ છે. રવિવારે રમત પૂર્ણ થઈ શકી ન હતી. 24.1 ઓવર પછી વરસાદે ભારતીય દાવમાં વિક્ષેપ પાડ્યો હતો. આ પછી એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. ACC પહેલાથી જ આ મેચ માટે રિઝર્વ ડે નક્કી કરી ચૂક્યો હતો. આવી સ્થિતિમાં આજે આ મેચ પૂર્ણ થશે. ચાહકોને આશા છે કે તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની આખી મેચનો આનંદ માણી શકશે. મેચ બપોરે 3 વાગ્યે જ શરૂ થશે.

આજે પણ કોલંબોમાં હવામાન સારું દેખાઈ રહ્યું નથી. વેધર રિપોર્ટ પ્રમાણે આજે વરસાદની શક્યતા 99 ટકા છે. મતલબ કે મેચની બિલકુલ આશા નથી. દિવસભર વાદળછાયું રહેવાની સંભાવના પણ 95 ટકા છે. પવનની ઝડપ પણ 41 કિમી પ્રતિ કલાક રહેશે. મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

નિયમો અનુસાર, વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં મેચનું પરિણામ મેળવવા માટે, બંને ઇનિંગ્સમાં ઓછામાં ઓછી 20-20 ઓવર રમવી જરૂરી છે. એટલે કે, જો રિઝર્વ ડે પર વરસાદ પડે છે, તો પાકિસ્તાન મેચનું પરિણામ મેળવવા માટે ઓછામાં ઓછી 20 ઓવર નાખવાનો પ્રયાસ કરશે. આ પછી જ ડકવર્થ લુઈસના નિયમમાંથી પરિણામ મેળવી શકાશે. જો પાકિસ્તાની ટીમ 20 ઓવર પણ રમી શકતી નથી તો મેચ રદ ગણવામાં આવશે.