Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ટ્રેડ ડીલ ફરી અટવાઈ! હવે ઓગસ્ટમાં ભારત આવશે અમેરિકાનું ડેલિગેશન, જાણો કેમ આવી રહી છે અડચણ

July 22, 2025

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. જોકે, વારંવાર થઈ રહેલા મતભેદોના કારણે હવે અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે આ ટ્રેડ ડીલની જાહેરાત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં થશે. ટ્રેડ ડીલ માટે ભારતીય ડેલિગેશન અમેરિકા ગયું હતું, પરંતુ કોઈ મોટી જાહેરાત વિના ડેલિગેશન ભારત પરત આવી ગયું છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટ મહિનાના બીજા સપ્તાહમાં અમેરિકાનું ડેલિગેશન ભારત આવશે. ભારત અને અમેરિકા વચ્ચે અત્યાર સુધી સત્તાવાર રીતે 5 તબક્કામાં વાટાઘાટો થઈ ચૂકી છે. ઓટો કમ્પોનેન્ટ્સ, સ્ટીલ આને કૃષિ પ્રોડક્ટ્સને લઈને બંને દેશો વચ્ચે મતભેદો છે જેના કારણે ડીલ પહેલા વાટાઘાટો લાંબી ખેંચાઇ રહી છે.  ભારત સરકારે હાલમાં જ સ્પષ્ટ કર્યું હતું કે ટ્રેડ ડીલ ત્યારે જ થશે જ્યારે તે દેશહિતમાં હોય. ભારતે કૃષિ અને ડેરી સેક્ટરમાં અમેરિકાની માંગો સ્વીકારી નથી.  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ માટે વિશ્વના દેશોને પહેલી ઓગસ્ટની ડેડલાઈન આપી હતી. એવામાં હવે એક્સપર્ટનું માનવું છે કે જ્યાં સુધી ટ્રેડ ડીલ ન થાય ત્યાં સુધી ભારતે 26 ટકા ટેરિફ માટે તૈયાર રહેવું પડશે. બીજી તરફ ટ્રમ્પ વારંવાર દાવો કરી રહ્યા છે કે ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ લગભગ ફાઈનલ થઈ જ ગઈ છે અને ટૂંક સમયમાં મોટી જાહેરાત કરવામાં આવશે. જોકે બીજી તરફ ટ્રમ્પ બ્રિક્સ દેશોને વધારાના ટેરિફની ધમકી પણ આપી રહ્યા છે, ભારત પણ બ્રિક્સનું સભ્ય છે.