બિહારમાં મેઘપ્રકોપની આઘાતજનક ઘટના: વીજળી પડતાં ખેતરમાં પતિ-પત્ની અને પુત્રીનું મોત

April 15, 2025

બિહારમાં કમોસમી વરસાદના કારણે હવામાન બદલાયું છે. બિહારમાં વીજળી અને તોફાનના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે ત્યારે હવે અરવલમાં જિલ્લામાં મેઘપ્રકોપના કારણે એક પરિવારનો માળો વિખાય ગયો છે. બિહારના અરવલ જિલ્લામાંથી એક એવી હ્રદય દ્રાવક ઘટના સામે આવી છે. બિહારના અરવલ જિલ્લામાં વરસાદ વચ્ચે વીજળી પડવાથી પતિ-પત્ની અને તેની પુત્રીનું જીવતા સળગી જવાથી મોત થઈ ગયું છે. આ હૃદયદ્રાવક દુર્ઘટનાનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે તેને જોઈને લોકોના હૃદય કાંપી ઉઠ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અરવલમાં સોમવારે સાંજે વીજળી પડવાથી શાદીપુર ગામના નિવાસી 48 વર્ષીય અવધેશ યાદવ, તેમની પત્ની 45 વર્ષીય રાધિકા દેવી અને 18 વર્ષની દીકરી રિંકુ કુમારીનું દુ:ખદ મોત થઈ ગયું છે. ગામલોકોએ જણાવ્યું કે વરસાદ શરૂ થઈ જતા પરિવારના સભ્યો ખેતરમાં ઘઉં લેવા માટે ગયા હતા.