Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

ટ્રમ્પને 'ગોલ્ડ કાર્ડ'થી થશે અઢળક કમાણી, 5 ટ્રિલિયન ડૉલરનો ગંજ ખડકાશે

March 01, 2025

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાજગાદી સંભાળ્યા બાદથી સતત ઉતાવળા નિર્ણયો લઈ રહ્યા છે. સૌપ્રથમ તેમણે નકામા સરકારી ખર્ચને રોકવા માટે સરકારી કાર્યક્ષમતા વિભાગની રચના કરી. પછી તેણે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું અને હવે તે ‘ગોલ્ડ કાર્ડ’ વિઝા સ્કીમ લાવ્યા. આ સ્કીમ માત્ર 1 કે 2 નહીં પરંતુ સંપૂર્ણ 5 ટ્રિલિયન ડોલર યુએસ તિજોરીમાં લાવવાની અપેક્ષા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે રોકાણના આધારે યુએસ ટેક્સ રેસિડન્સી આપવાની સ્કીમ રજૂ કરી છે. આ સિસ્ટમ યુરોપ અને કેરેબિયન ટાપુઓના દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે. વિશ્વના લગભગ 100 દેશો પૈસા અથવા રોકાણના આધારે ધનિક લોકોને રેસિડેન્સી અથવા નાગરિકતા આપે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ યોજના હેઠળ લોકોને અમેરિકન પાસપોર્ટ નહીં મળે, પરંતુ તે ગ્રીન કાર્ડની જેમ એક પ્રકારનું રેસિડેન્સી કાર્ડ હશે. જેમાં લોકોને તેના કરતા વધુ સુવિધાઓ મળશે. ડોનાલ્ડ ટ્રમ્પે 'ગોલ્ડ કાર્ડ' માટે 5 મિલિયન ડોલરની ફીને માપદંડ બનાવ્યો છે. ભારતીય ચલણમાં આ રકમ અંદાજે 44 કરોડ રૂપિયા છે.