ટ્રમ્પની ઈરાનને મોટી ઓફર, 30 અબજ ડૉલરની સહાય આપીશું
June 27, 2025
ઈરાન : ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ બાદ અમેરિકાની ટ્રમ્પ સરકારે ઈરાન સાથે એક નવો કરાર કરવાની યોજના બનાવી છે. જેમાં ઈરાનને 30 અબજ ડોલર (રૂ. 2.57 લાખ કરોડ) સુધીની સહાયતા, પ્રતિબંધોમાં રાહત અને ફ્રીઝ કરેલા અબજો ડોલરની રકમ મુક્ત કરવાની રજૂઆત સામેલ છે.
હાલમાં જ અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમનો વિરોધ કરતાં તેના ત્રણ પરમાણુ મથક પર હુમલો કર્યો હતો. હવે યુદ્ધવિરામ બાદ તેણે ઈરાન સાથે પરમાણુ સમાધાન પર ચર્ચાઓ શરૂ કરી છે. જેમાં ઈરાનને એક નોન એનરિચમેન્ટ ન્યૂક્લિયર પ્રોગ્રામ માટે 30 અબજ ડોલર (રૂ. 2.57 લાખ કરોડ)ની સહાયતા આપવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. આ ફંડનો ઉપયોગ વીજ મશીનરી જેવા નાગરિક ઉર્જા ઉત્પાદન માટે થશે. ટ્રમ્પ સરકારે સ્પષ્ટતા કરી છે કે, આ રકમ અમેરિકા દ્વારા આપવામાં નહીં આવે. પરંતુ તેના અરબ પાર્ટનર્સ (કતાર, યુએઈ, અને સાઉદી અરેબિયા) દ્વારા આપવામાં આવશે. એક અમેરિકી અધિકારીએ જણાવ્યું કે, અમે આ બેઠકનું નેતૃત્વ કરવા તૈયાર છીએ. પરંતુ આ પ્રોજેક્ટમાં અમે ફંડિંગ નહીં આપીએ.
પ્રસ્તાવમાં ઈરાન પર મૂકવામાં આવેલા પ્રતિબંધો દૂર કરવા અને વિદેશી બેન્કોમાં ફ્રીઝ કરવામાં આવેલી 6 અબજ ડોલરની રકમ મુક્ત કરવાની વાત સામેલ છે. આ રકમ 2023માં અમેરિકા-ઈરાન કેદી અદલા-બદલી કરાર હેઠળ કતારમાં જમા હતી. પરંતુ ઈરાન તેનો સ્વતંત્ર રૂપે ઉપયોગ કરી શકતું ન હતું. ઈરાને માગ કરી છે કે, તમામ પ્રતિબંધ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવશે. જેથી ક્રૂડ આધારિત અર્થવ્યવસ્થા પ્રભાવિત ન થાય.
Related Articles
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને ડેટ કરતી પત્નીની હત્યા કરી
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને...
Oct 17, 2026
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો કરાવવાનું મળ્યું ઈનામ! અમેરિકાએ આપ્યો હિલેરી ક્લિન્ટન એવોર્ડ
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો...
Oct 17, 2026
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્કૂલમાં ગોળીબાર, 3 બાળક અને ટીચરના મોત, હુમલાખોર પણ ઠાર
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્...
Oct 17, 2026
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રાહત, પાસપોર્ટ અપડેટ દરમિયાન પણ ભારત આવવા-જવા પર રોક નહીં
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રા...
Oct 17, 2026
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026