ટ્રમ્પની પોસ્ટ, કહ્યું- ગાઝામાં શાંતિ સ્થાપો, બંધકોને પાછા લાવો
June 29, 2025
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું હોવાનો દાવો કર્યા બાદ હવે તેમણે ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસો શરૂ કરી દીધા છે. ટ્રમ્પે આજે (29) ગાઝામાં સંઘર્ષ વિરામ પર ચર્ચા-વિચારણા ફરી શરૂ કરવા અપીલ કરી છે અને એક સમજૂતીનું આહવાહન કર્યું છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 20 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે રિપોર્ટમાં સંકેત મળ્યા છે કે, ઈઝરાય-હમાસ યુદ્ધ બંધ કરવાની સમજૂતી નજીક પહોંચી ગયા છે.
મીડિયા રિપોર્ટ મુજબ એક ઈઝરાયલી અધિકારીના દાવા મુજબ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ આગામી સપ્તાહમાં વોશિંગ્ટન જઈ શકે છે, જે નવી સમજૂતી પર કામ થઈ રહ્યું હોવાના સંકેત છે. આ મામલે અધિકારીએ વધુ માહિતી આપી નથી, પરંતુ નેતન્યાહૂ ગાઝા યુદ્ધ મામલે વોશિંગ્ટન જઈ રહ્યા હોવાની અટકળો શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પે રવિવારે એક પોસ્ટમાં લખ્યું છે કે, MAKE THE DEAL IN GAZA. GET THE HOSTAGES BACK (ગાઝામાં સમજૂતી કરો, બંધકોને પરત લાવો’. અગાઉ ટ્રમ્પે યુદ્ધવિરામની આશા વ્યક્ત કરી કહ્યું હતું કે, આગામી અઠવાડિયાની અંદર સંઘર્ષ વિરામ સમજૂતી થઈ શકે છે. અમે ગાઝા યુદ્ધવિરામ માટે કામ કરી રહ્યા છીએ અને તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Related Articles
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી...', ઈરાન પર ભડક્યા ટ્રમ્પ, દુનિયાના ધબકારા વધ્યાં
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી....
Jul 08, 2026
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ...
Jul 07, 2026
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિંગમાં 58ના મોત
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિં...
Jul 05, 2026
રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ટ્રમ્પની એન્ટ્રી, પુતિન-ઝેલેન્સ્કીને ફોન કરી આપી મોટી ઓફર
રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ટ્રમ્પની એન્ટ...
Jul 05, 2026
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન અંગે દાવ
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ...
Jul 03, 2026
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજને કારણે 46 ડિગ્રી તાપમાનનો અનુભવ, 6 કરોડ લોકો માટે એલર્ટ જાહેર
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજ...
Jul 01, 2026
Trending NEWS
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026