સુરતના બેગમપુરા વિસ્તારમાં મળસ્કે ચોરી કરવા ઘુસેલા બે ચોરે મહિલાની હત્યા કરી

November 30, 2023

સુરત : સુરતના બેગમપુરા કુબેરજી વર્લ્ડ માર્કેટની સામે આજે મળસ્કે ચોરી કરવા ઘુસેલા બે ચોરે મહિલા જાગી જતા તેને ચપ્પુ મારી હત્યા કરી હતી. ચોરોએ મહિલાના 20 વર્ષના પુત્રને પણ ચપ્પુ માર્યું હતું. બનાવની જાણ થતા સલાબતપુરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના બેગમપુરા કુબેરજી વર્લ્ડ માર્કેટની સામે એક ઘરમાં આજે મળસ્કે પાંચ વાગ્યે બે ચોર ચોરી કરવા ઘુસ્યા હતા. તે સમયે ઘરમાં હાજર 48 વર્ષીય મહિલા જાગી જતા એક ચોરે તેને પેટમાં ચપ્પુ મારી દીધુ હતું. પરિણામે તેને ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું. ચોરોએ મહિલાના 20 વર્ષીય પુત્રએ દરમિયાનગીરી કરતા તેને પણ ચોરે ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી. બનાવની જાણ થતા સલાબતપુરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. બંને ચોર ઘરમાંથી ચોરી કરી ફરાર થયા હોવાની પણ આશંકા છે.