કુપવાડામાં બે આતંકી ઠાર, સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો
September 28, 2025
કુપવાડા : જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આતંકવાદીઓ ઉત્તર કાશ્મીરના કુપવાડાના કેરન સેનક્ટરમાંથી LoC પાર કરીને ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષા દળોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો છે. આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમને પર આડેધડ ફાયરિંગ કર્યું હતું, જેમાં સુરક્ષા દળોએ તેમને અટકાવવા જવાબમાં ફાયરિંગ કરતા બે આતંકીઓ ઠાર થયા છે.
રિપોર્ટ મુજબ, બંને આતંકવાદીઓને મૃતદેહ LoC પાસે પડ્યા છે, જેને કબજે લાવમાં આવશે. ત્યારબાદ આતંકવાદીઓની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરાશે. છેલ્લા આઠ દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે બીજી વખત અથડામણ થઈ છે. આ પહેલા 20 સપ્ટેમ્બરે ઉધમપુરના દૂદૂ-બસંતગઢના જંગલોમાં અથડામણ થઈ હતી, જેમાં એક જવાન શહી થયા હતા. આ ઉપરાંત SPO સહિત બે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં 8 સપ્ટેમ્બરે સુરક્ષા દળોએ કુલગામમાં 'ઑપરેશન ગુડ્ડર' ચલાવ્યું હતું, જેમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાન શહીદ થયા હતા. અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ પણ ઠાર થયા હતા.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026