પરમ મિત્રની આત્મહત્યાથી દુઃખી વડોદરાના બે યુવાનોએ દર્દનાક રીતે જીવનનો અંત આણ્યો
June 13, 2026
વડોદરા : વડોદરાના મકરપુરા વિસ્તારમાંથી મિત્રતાની એક એવી હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી કરુણ ઘટના સામે આવી છે, જે સાંભળીને કોઈપણ વ્યક્તિની આંખો ભીની થઈ જાય. બિહારમાં રહેતા એક મિત્રના આત્મહત્યાના ખબર આવ્યા બાદ વડોદરામાં રહેતા તેના અન્ય બે મિત્રો આ આઘાત સહન ન કરી શક્યા અને માત્ર 24 કલાકની અંદર જ બંનેએ એક પછી એક પોતાનું જીવન ટૂંકાવી દીધું. સાચી મિત્રતાનો આવો દર્દનાક અને કરુણ અંત જોઈને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પોલીસ સૂત્રો અને રેલવે પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, ગુરુવારે બપોરે મકરપુરા રેલવે સ્ટેશન નજીક 23 વર્ષના એક અજાણ્યા યુવકનું ટ્રેનની અડફેટે આવી જતાં માથું કપાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું. રેલવે પોલીસે તપાસ શરૂ કરતા આ મૃતક યુવકની ઓળખ 26 વર્ષીય રવિશંકરકુમાર રાજકુમાર પ્રસાદ તરીકે થઈ હતી, જે મૂળ બિહારનો વતની હતો અને હાલ મકરપુરાની જશોદા કોલોનીમાં રહેતો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જે ખુલાસો થયો તે અત્યંત આઘાતજનક હતો. રવિશંકરકુમારના એક પરમ મિત્રનું પાંચ દિવસ પહેલા જ બિહારમાં અવસાન થયું હતું. મિત્રના જવાથી રવિશંકર એટલો બધો ભાંગી પડ્યો હતો કે તે સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર દર્દભરી પોસ્ટ મૂકતો હતો. તેણે છેલ્લે પોસ્ટમાં લખ્યું હતું કે, "તેરે પાસ બહુત જલદી આતા હું. સબ લોગ મુજે માફ કર દેના. મેરી માતા કા ખયાલ કોન રખેગા." આ જ ગમગીનીમાં તેણે ટ્રેન નીચે ઝંપલાવીને પોતાની જિંદગીનો અંત આણી દીધો.
હજુ તો રવિશંકરના આત્મહત્યાના આઘાતમાંથી પરિવાર બહાર પણ નહોતો આવ્યો, ત્યાં શુક્રવારે સવારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આપઘાતનો વધુ એક કમકમાટીભર્યો કિસ્સો નોંધાયો. જશોદા કોલોનીમાં જ રહેતા 23 વર્ષીય વિકાસ દિનેશભાઈ પ્રસાદ નામના યુવકે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું.
પોલીસે જણાવ્યું કે, ટ્રેન નીચે કચડાઈને જીવ આપનાર રવિશંકર અને વિકાસ બંને પાકા મિત્રો હતા અને મકરપુરા GIDC માં સાથે જ નોકરી કરતા હતા. રવિશંકરના અકાળ અને આઘાતજનક મોતના સમાચાર વિકાસ સહન કરી શક્યો નહીં. પોતાના જિગરી દોસ્તના મોતના ગમમાં વ્યાકુળ થઈને વિકાસે પણ મોતનો રસ્તો પસંદ કરી લીધો. આમ, એક જ મિત્ર મંડળના ત્રણ-ત્રણ આશાસ્પદ યુવાનોના મોતના પગલે જશોદા કોલોની અને મૃતકોના વતનમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ મકરપુરા અને રેલવે પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
Related Articles
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026