કેન્દ્રીય મંત્રી અને LJP નેતા પશુપતિ પારસે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું

March 19, 2024

રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસને બિહારની સીટ વહેંચણીમાં એક પણ સીટ ન મળતા એનડીએમાં મોટો ઝટકો લાગ્યો હતો. એવી ચર્ચા છે કે આ કારણે તેઓ ખૂબ નારાજ થઈ ગયા છે અને એનડીએ છોડવાનું વિચારી રહ્યા છે.પશુપતિ પારસે આજે વહેલી સવારે એટલે કે મંગળવારે (19 માર્ચ) મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે

એનડીએની સીટ વહેંચણીમાં ખાલી હાથ છોડાયા બાદ આરએલજેપી ચીફ પશુપતિ પારસે કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. પશુપતિ પારસે મંગળવારે પત્રકાર પરિષદમાં રાજીનામું આપ્યું હતું. આ દરમિયાન તેણે કહ્યું કે મારી સાથે અને મારી પાર્ટી સાથે અન્યાય થયો છે. પ્રેસ કોન્ફરન્સમાં પશુપતિ પારસે કહ્યું કે તેમને એક પણ સીટ આપવામાં આવી નથી. પશુપતિ પારસ મોદી સરકારમાં ફૂડ એન્ડ પ્રોસેસિંગ મંત્રી હતા.

પશુપતિ પારસ ચિરાગ પાસવાનની એલજેપી (રામ વિલાસ)ને સીટ વહેંચણીમાં 5 લોકસભા સીટો મળવાથી નારાજ છે. તેમની સૌથી મોટી નારાજગી એ છે કે તેમની પાર્ટીને એક પણ સીટ આપવામાં આવી નથી. તેમજ સીટ વહેંચણીની જાહેરાત પહેલા તેમની સાથે વાત પણ કરવામાં આવી ન હતી.