ઉત્તરપ્રદેશ : ગૂગલ મેપે બતાવ્યો અડધા બનેલા પુલનો રસ્તો, કાર નીચે ખાબકતાં ત્રણના મોત
November 24, 2024
ફરીદપુર : ફરીદપુરના અલ્લપુર ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નિર્માણાધીન પુલ પરથી કાર રામગંગામાં ખાબકી ગઈ હતી. અકસ્માતમાં બે ભાઈઓ સહિત ત્રણ લોકોના મોત થઈ ગયા છે. ત્રણેય લોકો ફરુખાબાદના રહેવાસી હોવાની માહિતી મળી રહી છે. આ અકસ્માત બાદ વહીવટીતંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે. જેનો જવાબ હજુ સુધી કોઈને મળ્યો નથી. પોલીસ અને પ્રશાસનના લોકોએ તમામ હકીકતોની તપાસ શરૂ કરી દીધી છે.
ઉત્તરપ્રદેશના બદાયૂંના સમરેરથી ફરીદપુરને જોડવા માટે બનાવેલા રામગંગાના અધૂરા પુલથી કાર ખાબકતા ત્રણ લોકાના મોત થયા. જણાવવામાં આવી રહ્યું છે કે, ગૂગલ મેપથી લોકેશનની મદદથી જઈ રહેલા સિક્યોરિટી કંપનીના ત્રણ કર્મચારીઓ કૌશલ, વિવેક અને અમિતની કાર રવિવારે સવારે બદાયૂં તરફથી ચઢીને પુલથી નીચે ખાબકી હતી. જેમાં ત્રણેયના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. મૃતકોમાં બે સગા ભાઈ હતા. સવારે માહિતી મળતા બે જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્રણેય એક લગ્નમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતા સમેય ગૂગલ મેપ લગાવ્યું હતું. ગૂગલ મેપે અડધા બનેલા પુલનો રસ્તો બતાવ્યો. ગાડી સ્પીડમાં આગળ વધી અને નીચે ખાબકી ગઈ છે.
બદાયુંના દાતાગંજ અને બરેલીના ફરીદપુરને જોડવા માટે અત્યાર સુધી કોઈ રસ્તો નહોતો. બંને વચ્ચે રામગંગા હોવાને કારણે લોકોને ફરીદપુર જવા માટે બરેલી થઈને જ જવું પડતું હતું, તેથી સેતુ નિગમ રામગંગા પર એક બ્રિજ બનાવી રહ્યું હતું. જેનાથી બંને વિસ્તારોને જોડી શકાય અને લોકોની મુસાફરી માટે નવો રસ્તો બનાવી શકાય. આ બ્રિજ હજુ અધૂરો હતો
Related Articles
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા : CCTV બંધ મળ્યો, બસની સીટ અને સ્ટીયરીંગ પરથી ફિંગરપ્રિન્ટ મળ્યા
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા :...
Sep 02, 2026
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો, દિલ્હીમાં ઈંધણના ભાવ યથાવત્
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વ...
Sep 02, 2026
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આવેલું પવિત્ર તળાવ 90 ટકા સુકાયું, તંત્ર પાસે બચાવવાની ઉગ્ર માંગ
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આ...
Sep 02, 2026
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત, યુપી-ઝારખંડમાં પૂર અને માર્ગો ઠપ્પ, શાળાઓ બંધ રખાઈ
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત...
Sep 02, 2026
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓફ બાદ એન્જિન ફેલ
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓ...
Sep 01, 2026
સુભાષ ચંદ્રાને મોટો ઝટકો: 22 હજાર કરોડની લોન સામે 6 કરોડમાં પતાવટનો પ્લાન અટક્યો, નવેસરથી થશે સુનાવણી
સુભાષ ચંદ્રાને મોટો ઝટકો: 22 હજાર કરોડની...
Sep 01, 2026
Trending NEWS
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026