ઉત્તરાખંડઃ ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતા ગંગોત્રી ચારધામ યાત્રા ઉપર પ્રતિબંધ, ઓરેન્જ એલર્ટ જાહેર

September 24, 2022

દહેરાદૂન : ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદ આફત બની રહ્યો છે. ભારે વરસાદ બાદ સતત થઈ રહેલા ભૂસ્ખલનના કારણે ગંગોત્રી ચારધામ યાત્રા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગંગોત્રી ચારધામ યાત્રા ઉપર વહીવટી તંત્ર દ્વારા આગામી બે દિવસ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બીજી તરફ ચારધામ યાત્રા ઉપર જનારા શ્રદ્ધાળુઓને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. 

હવામાન વિભાગે વરસાદને અનુલક્ષીને એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં બીજા દિવસે વરસાદ લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ શનિવારના રોજ ઉત્તરકાશી, ચમોલી, બાગેશ્વર, પિથૌરાગઢ, ઉધમસિંહનગર અને હરિદ્વાર જિલ્લામાં ક્યાંક-ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.