Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

લગ્નને બહાને ઈન્દોરની હોટલમાં દુષ્કર્મ ગુજારનાર વડોદરાનો યુવક પકડાયો

June 13, 2025

વડોદરા : મેટ્રીમોનિયલ સાઇટ પરથી સંપર્ક કર્યા બાદ વડોદરાના યુવકે ઈન્દોરની યુવતી પર બળાત્કાર ગુજારતા પોલીસે યુવકને ઝડપી પાડ્યો છે.


ઇન્દોરના લસુન્દ્રા વિસ્તારની યુવતી અને વડોદરાના યુવક વચ્ચે શાદી ડોટ કોમ પર પરિચય થયો હતો. બંનેની પ્રોફાઈલ મેચ થતાં બે મહિના સુધી મોબાઇલ પર સંપર્કમાં રહ્યા હતા અને ત્યારબાદ ઈન્દોરમાં મુલાકાત ગોઠવી હતી. 


વડોદરાનો યુવક બે દિવસ ઈન્દોરની હોટલમાં રોકાયો હતો. જે દરમિયાન બંને વચ્ચે ઝઘડો થતાં યુવકે યુવતીના મોબાઈલ નંબર ને બ્લોક કરી દીધો હતો. જેથી તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 
ઇન્દોર પોલીસે વડોદરા પોલીસને જાણ કરતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભરત પ્રકાશ ચંદ્ર જેનાની સમૃદ્ધિ સાફલ્ય ફ્લેટ યમુના મીલ સોમા તળાવ પાસે ડભોઇ રોડને ઝડપી પાડી ઈન્દોર પોલીસને તજવીજ કરી હતી.