Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

ચેમ્પિયન્સ ટ્રૉફીના ડેબ્યૂમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ભારતીય બોલર બન્યા વરૂણ, ન્યૂઝીલેન્ડને લાવ્યું ઘૂંટણિયે

March 03, 2025

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી હતી. જેમાં ભારતીય ટીમની 44 રનથી શાનદાર જીત થઈ છે.  જેમાં ભારતના સ્પિનર બોલર વરૂણ ચક્રવર્તી ચેમ્પિયન્સ ટ્રૉફીના ડેબ્યૂમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ભારતની ટીમે ત્રણેય મેચ જીતીને ગ્રુપ A માં ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારત માટે વરૂણે શાનદાર પ્રદર્શન કર્યું અને 10 ઓવરમાં 42 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ચેમ્પિયન્સ ટ્રૉફીમાં પોતાની ડેબ્યૂમાં વરૂણની પ્રથમ મેચ હતી, જેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું.  ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ભારતીય ટીમની 44 રનથી શાનદાર જીત થઈ છે, ત્યારે ભારતીય બોલર વરૂણે ચેમ્પિયન્સ ટ્રૉફીના ડેબ્યૂમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. જેમાં વરૂણે ફાસ્ટ બોલર મોહમદ શમીને પણ પાછળ છોડી દીધો છે. એ વખતે 2005માં શમીએ બાંગ્લાદેશ સામેની મેચમાં 53 રન આપીને 5 વિકેટ લીધી હતી. ચેમ્પિયન્સ ટ્રૉફીના ડેબ્યૂમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના જોશ હેજલવુહના નામ છે. જેમણે 2017માં ન્યૂઝીલેન્ડ સામે 52 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ ટૂર્નામેન્ટમાં કોઈ ભારતીય બોલરનું આ બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જ્યારે ચેમ્પિયન્સ ટ્રૉફીના ડેબ્યૂમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ભારતીય ટીમના બોલરનો રેકોર્ડ રવિન્દ્ર જાડેજાના નામ છે. જાડેજાએ 2013માં વેસ્ટઈન્ડિઝ સામે 36 રનમાં 5 વિકેટ લીધી હતી. આગામી 4 માર્ચના રોજ દુબઈ ખાતે સેમિફાઈનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. ઓસ્ટ્રેલિયાની ટીમ ગ્રુપ Bમાં બીજા સ્થાને રહી છે. જ્યારે બીજા સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ 5 માર્ચે લાહોરમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ચૂકી છે. હવે આ મેચની વિજેતા ટીમ ભારતનો સામનો સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સાથે થશે. જ્યારે હારનારી ટીમ ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાનો સામનો કરશે.