ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હેમ સિંહ ભડાણાનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા
February 02, 2026
રાજસ્થાનના રાજકારણના એક દિગ્ગજ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી હેમ સિંહ ભડાણાનું સોમવારે સવારે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. પૂર્વ કેબિનેટ મંત્રી હેમ સિંહ ભડાણા છેલ્લા પાંચ મહિનાથી કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા હતા. છેલ્લા કેટલાક સમયથી જયપુરની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
તાજેતરમાં જ તેમને અલવર સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે તેમનું નિધન થયું છે. તેમના નિધનના સમાચાર મળતા જ સમર્થકો અને કાર્યકરો મોટી સંખ્યામાં તેમના નિવાસસ્થાને ઉમટી પડ્યા છે. હેમ સિંહ ભડાણા રાજસ્થાનના રાજકારણના જાણીતા ચહેરા અને ગુર્જર સમાજના પ્રમુખ નેતા હતા.
તેઓ અલવર જિલ્લાના થાનગાઝી વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને રાજ્ય સરકારમાં મહત્વના કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી નિભાવી હતી. તેમની રાજકીય સફરમાં તેઓ ખેડૂત કલ્યાણ, પ્રાદેશિક વિકાસ અને સામાજિક ન્યાયના મુદ્દે હંમેશા સક્રિય રહ્યા હતા. અલવર અને તેની આસપાસના વિસ્તારોમાં તેઓ ખૂબ જ મજબૂત પકડ ધરાવતા હતા અને ભાજપ સહિતના પક્ષો સાથે તેમનું જોડાણ રહ્યું હતું.
Related Articles
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ...
Nov 02, 2026
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હ...
Nov 02, 2026
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડ...
Nov 02, 2026
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લોકોના મોત
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લ...
Nov 01, 2026
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અલ્ટીમેટમ, સરકાર સામે સંકટના વાદળો
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અ...
Nov 01, 2026
ઉજ્જૈનમાં ઝેરી ગેસની ગૂંગળામણના કારણે સફાઈ 4 કર્મચારી મોતને ભેટ્યાં
ઉજ્જૈનમાં ઝેરી ગેસની ગૂંગળામણના કારણે સફ...
Nov 01, 2026
Trending NEWS
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
31 October, 2026