Breaking News :
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટી 75770 પર, IT-ઓટો શેરમાં વેચવાલી ઈન્ડોનેશિયામાં રાખ સાફ કર્યા બાદ ફ્લાઇટ્સ ધીમે ધીમે શરૂ, 178 વિમાનોની હવાઈ યોગ્યતા તપાસાશે ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજીઓ મળતાં આખરી યાદીની મુદત લંબાવાઈ, 3 ઓક્ટોબરે જાહેરાત થશે વડોદરામાં આજે પીએમ મોદીનો જેન-ઝી સાથે સંવાદ, 35000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, એક કિમીનો ગુંબજ બનાવાયો સિંગર કિંજલ રબારીએ પોલીસ કમિશ્નરને પત્ર લખી કહ્યું ‘મારું અપહરણ થયું નથી’, પરિવાર પર ગોંધી રાખવાનો આરોપ લગાવ્યો અમદાવાદ અને મહેસાણામાંથી કોડીનયુક્ત દવાઓનું ગેરકાયદે વેચાણ પકડાયું, 7 મેડિકલ પેઢીઓને ફટકારી નોટિસ

ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એઈમ્સમાં દાખલ

March 09, 2025

દિલ્હી ઃ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડને રવિવારે સવારે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ્સ હોસ્પિટલ જઇને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. 
પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે 'એમ્સ જઇને ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી. હું તેમના સારા સ્વાસ્થ્ય અને જલદીથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું. 
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડને બેચેની અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધનખડને રાત્રે બે વાગે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ડૉક્ટરોનું એક ગ્રુપ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહ્યું છે. ઉપ રાષ્ટ્રપતિ જગદીશ ધનખડ (ઉ.વ.73 વર્ષ)ની તબિયર હાલ સ્થિર છે. સૂત્રોએ જણાવ્યું હતું 'એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગના પ્રમુખ ડૉ. રાજીવ નારંગની દેખરેખમાં કાર્ડિયાક કેર યૂનિટ (CCU)માં દાખલ કરવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે ઉપ રાષ્ટ્રપતિની તબિયત સ્થિર છે અને તેમને ડૉક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.'