મૈતેઇ સંગઠનના નેતાની ધરપકડ બાદ ફરી હિંસા ફાટી નીકળી, અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ

June 09, 2025

મણીપુરના કેટલાક પહાડી વિસ્તારમાં હિંસાની નવી ઘટનાઓ સામે આવી છે. શનિવારે રાત્રે મૈતેઇ સંગઠનના અરંબઈ ટેંગોલના એક નેતા અને અન્યોને પકડી લેવામાં આવતા અશાંતિ ઉભી થઈ હતી. લોકોએ રસ્તા ઉપર લગાડી આગ, એરપોર્ટના પ્રવેશદ્વાર સામે કર્યો ઘેરાવ કર્યો હતો. ફરીથી હિંસાની સ્થિતિના પગલે કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી નંખાઈ છે. 

ઇમ્ફાલ, ઈસ્ટ ઇમ્ફાલ, થોબલ, કાકચીંગ ઘાટી જિલ્લામાં 5 થી વધુ લોકોને એકત્ર થવા ઉપર પ્રતિબંધ લાદયો છે. જ્યારે ઇન્ટરનેટ સેવા 5 દિવસ માટે બંધ કરાઇ છે. પ્રદર્શનકારીઓએ હંગામો શરૂ કર્યા બાદ રસ્તાઓની વચ્ચે ટાયર અને જૂનું ફર્નિચર સળગાવ્યા હતા. એરપોર્ટના પ્રવેશદ્વાર પાસે જઈને ધરણા કર્યા હતા અને તેમના નેતાને મુક્ત કરવા માગણી કરી હતી. 

પકડાયેલા નેતાનું નામ કાનનસિંહ હોવાનું જાણવા મળ્યું હતું.  નેતાને મુક્ત કરવાની માગણી થતાં સુરક્ષા દળો સચેત બની ગયા હતા અને સ્થિતિ સાંભળી હતી. દરમિયાન ઇમ્ફાલમાં કેટલાક લોકોએ આત્મદાહ કરવાની કોશિશ કરી હતી. ઇમ્ફાલના ખુરાઈ લામલોન્ગ વિસ્તારમાં ભીડે એક બસમાં આગ લગાવી હતી. જ્યારે કવાકેથેલમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો.