ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટ કોહલી - અનુષ્કા શર્મા ઋષિકેશ પહોંચ્યા
January 31, 2023

Upનવી દિલ્હી: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે ધાર્મિક યાત્રાએ છે. ન્યુઝીલેન્ડ સામે વન ડે સિરીઝ બાદ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ પહેલા મળેલા બ્રેક દરમિયાન કોહલી અને અનુષ્કા ઋષિકેશ પહોંચ્યા. આ દરમિયાન બંને સ્વામી દયાનંદ સરસ્વીના આશ્રમ પણ પહોંચ્યા. સ્વામી દયાનંદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આધ્યાત્મિક ગુરુ હતા. રિપોર્ટ અનુસાર બંને ધાર્મિક અનુષ્ઠાન માટે ઋષિકેશ પહોંચ્યા છે. ધાર્મિક અનુષ્ઠાન મંગળવારે થવાની શક્યતા છે. આ સિવાય બંનેએ ગુરુની સમાધિ પર પુષ્પ અર્પણ કરીને ધ્યાન પણ લગાવ્યુ. સ્વામી દયાનંદ પીએમ મોદીના આધ્યાત્મિક ગુરુ હતા. પીએમ મોદી પોતે તેમની મુલાકાત કરવા માટે ઋષિકેશના શીશમ ઝાડી સ્થિત સ્વામી દયાનંદ સરસ્વતીના આશ્રમ પહોંચ્યા હતા. બાદમાં સ્વામી દયાનંદ બ્રહ્મલીન થઈ ગયા હતા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ તેમના આશ્રમ પહોંચ્યા બાદ સૌથી પહેલા દયાનંદ સરસ્વતીની સમાધિ સ્થળ પર તેમની પૂજા-અર્ચના કરી. સાથે જ 20 મિનિટ ધ્યાન પણ કર્યુ. જે બાદ કોહલી અને અનુષ્કાએ દયાનંદ આશ્રમના અધ્યક્ષ સ્વામી સાક્ષાતકૃતા નંદ મહારાજના આશીર્વાદ પણ લીધા. રાત્રે તેઓ આશ્રમમાં જ રહેશે. આ સિવાય ત્રણેય આશ્રમના રસોડામાં બનેલુ ભોજન જેમાં રોટલી, શાક, ખિચડી અને કઢી જમ્યા. આ ઉપરાંત આશ્રમમાં નિયમિત થતા યોગ ક્લાસમાં પણ સામેલ થઈ શકે છે.
Related Articles
ઓસ્ટ્રેલિયા સામે આજે ત્રીજી વન-ડે, ટીમ ઈન્ડિયાની નજર હવે શ્રેણી જીતવા પર
ઓસ્ટ્રેલિયા સામે આજે ત્રીજી વન-ડે, ટીમ ઈ...
Mar 22, 2023
પાકિસ્તાનમાં રમવા અંગે પહેલા બીસીસીઆઇને નિર્ણય લેવા દો : અનુરાગ ઠાકુર
પાકિસ્તાનમાં રમવા અંગે પહેલા બીસીસીઆઇને...
Mar 21, 2023
યુપી વોરિયર્ઝ પ્લે-ઓફમાં પ્રવેશ્યું, ગુજરાત ટાઈટલની રેસમાંથી બહાર, મુંબઈને હરાવી દિલ્હી ટોચ પર
યુપી વોરિયર્ઝ પ્લે-ઓફમાં પ્રવેશ્યું, ગુજ...
Mar 21, 2023
ગુજરાતે દિલ્હીને રોમાંચક મેચમાં 11 રને હરાવ્યું
ગુજરાતે દિલ્હીને રોમાંચક મેચમાં 11 રને હ...
Mar 16, 2023
સી.કે.નાયડુ ટ્રોફીમાં ગુજરાતની ટીમે મુંબઈને હરાવી બન્યું ચેમ્પિયન
સી.કે.નાયડુ ટ્રોફીમાં ગુજરાતની ટીમે મુંબ...
Mar 15, 2023
Trending NEWS

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ, માનહાનિ કેસમાં...
24 March, 2023

કેજરીવાલે કહ્યું- PM શિક્ષિત હોત, તો નોટબંધી ન કરી...
24 March, 2023

‘ડરો મત’ રાહુલ ગાંધીને 2 વર્ષની સજાનો ચુકાદો આવતાં...
23 March, 2023

દેશમાં છેલ્લા 24 કલાકમાં આ વર્ષના સૌથી વધુ કોરોના...
23 March, 2023

રાહુલ ગાંધીને બે વર્ષની સજા, 15 હજારનો દંડ; જામીન...
23 March, 2023

ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર, સ...
22 March, 2023

દિલ્હીમાં ફરી ભૂકંપ : 6.6ની તીવ્રતા બાદ 2.7નો આંચક...
22 March, 2023

ઉંચા ખોરડાની મહિલાએ પુત્રના મિત્ર સાથે ખેલ્યો પ્રણ...
22 March, 2023

કાંચીપુરમમાં ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ બાદ ભીષણ...
22 March, 2023

કુમાર મંગલમ બિરલાને પદ્મ ભૂષણ એનાયત, રાકેશ ઝુનઝુનવ...
22 March, 2023