PM કેનેડાની મુલાકાતે, G-7 સમિટમાં ભાગ લેશે
June 17, 2025

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ત્રણ દેશોના પ્રવાસ દરમિયાન કેનેડા પહોંચ્યા છે. અગાઉ તેઓ સાયપ્રસ ગયા હતા, જ્યાં તેમણે બે દિવસ માટે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કેનેડામાં PM મોદી G-7 સમિટમાં હાજરી આપશે. આ વખતે G-7 સમિટ કેનેડાના કનાનાસ્કિસમાં યોજાઈ રહી છે. આ સમિટમાં PM મોદી વિશ્વભરના ઘણા નેતાઓ સાથે જોવા મળશે. કેનેડામાં રહેતા ઘણા ભારતીયોએ PM મોદીના આગમન પર ખુશી વ્યક્ત કરી છે. કેનેડિયન મીડિયા પણ PMની મુલાકાત અંગે ઉત્સુક છે.
PM નરેન્દ્ર મોદી કેનેડાના પ્રવાસે પહોંચ્યા છે. તેઓ હાલમાં કેલગરી પહોંચ્યા છે, જ્યાંથી તેઓ આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાનારી 51મી G7 સમિટમાં હાજરી આપશે. પીએમ મોદી સાયપ્રસથી સીધા કેનેડા પહોંચ્યા છે. પીએમ મોદી આ આંતરરાષ્ટ્રીય મંચ પર ઘણા વૈશ્વિક નેતાઓ સાથે જોવા મળશે. જોકે, આ સમિટમાં PM મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોઈ મુલાકાત થશે નહીં.
2015 પછી PM મોદીની આ કેનેડાની પહેલી મુલાકાત છે. તેઓ G-7 સમિટમાં કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમને મળશે. આ ઉપરાંત, PM મોદી ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને પણ મળશે.
Related Articles
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના...
Jun 28, 2025
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વેપાર સંબંધનો અંત આણ્યો
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વ...
Jun 28, 2025
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘરાવતી ગેંગ પકડાઈ, 18ની ધરપકડ, 100 આરોપ મૂકાયા
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘ...
Jun 17, 2025
એક તરફ કેનેડા-અમેરિકા એ વિઝા નિયમ કડક કર્યા ત્યાં બીજી તરફ ગુજરાતમાં છેતરપિંડીના કેસમાં ઉછાળો
એક તરફ કેનેડા-અમેરિકા એ વિઝા નિયમ કડક કર...
Jun 11, 2025
Trending NEWS

08 July, 2025

08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025
08 July, 2025

07 July, 2025