વિઝિંજમ બંદરથી રવાના થશે દુનિયાનું સૌથી મોટું કંટેનર જાહાંજ

June 09, 2025

દુનિયાના સૌથી મોટા કન્ટેનર જહાજ એમએસસી ઇરિનાએ કેરળના તિરુવનંતપુરમ જિલ્લાના વિઝિંજમ આંતરરાષ્ટ્રીય બંદર પર પહોંચવાની સાથે જ બર્થિંગ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ કન્ટેનર જહાંજ આજે કેરળના વિઝિંજમ બંદર પહોંચ્યુ છે. અહીંથી ડોકિંગથી પ્રક્રિયા શરૂ થશે. આવુ પહેલીવાર છે જ્યારે આટલુ મોટુ કોઇ કન્ટેનર જહાંજ ભારતીય બંદર પર આવ્યું હોય. 

આ સાથે જ વિઝિંજમને વૈશ્વિક શિપિંગ દુનિયામાં મજબૂતીથી સ્થાપિત કર્યુ છે.  અદાણી ગ્રુપ આ બંદરને મેનેજ કરે છે. પીએમ મોદીએ ગત મહિને 2મેના પોજ વિઝિંજમ આતંરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કર્યું હતું. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક જોનએ કાલે રવિવારે જણાવ્યું કે એમએસસી ઇરિના સોમવારે વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરથી પોતાની પહેલી યાત્રાની શરૂઆત કરશે. 

એપીએસઇજેડએ આગળ જણાવ્યું કે આ જહાંજની દક્ષિણ એશિયાઇ બંદરની પહેલી યાત્રા હશે. એપીએસઇજેડએ એક નિવેદનમાં કહ્યું કે TEU ક્ષમતાના હિસાબથી દુનિયાના સૌથી મોટા કન્ટેનર જહાંજના રૂપમાં ઓળખાવનાર એમએસસી ઇરિનાને સોમવારે સવારે વિઝિંજમ આતંરરાષ્ટ્રીય બંદર પર ડૉક કરવા માટે તૈયાર કરાયુ છે.