પોતાને ન બચાવી શક્યો તો બીજાને શું બચાવીશ...' યુટ્યુબર મનીષ કશ્યપનું ભાજપમાંથી રાજીનામું
June 08, 2025
પટણા- યુટ્યુબર અને ભાજપ નેતા મનીષ કશ્યપે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કશ્યપે ફેસબુક પર લાઈવ થઈને રાજીનામાની જાહેરાત કરી હતી. તેઓ 25 એપ્રિલ 2024 ના રોજ પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના પૂર્વ નેતાએ કહ્યું કે, 'હું હવે ભાજપનો સક્રિય સભ્ય નથી. જો હું ભાજપમાં રહીને મારી જાતને બચાવી ન શકું, તો હું લોકોને કેવી રીતે મદદ કરીશ? હું મારા ગામમાં ગયો હતો અને ત્યાંના લોકો સાથે વાત કરી હતી, ત્યારબાદ મેં આ નિર્ણય લીધો છે. મારે બિહાર અને બિહારીઓ માટે લડવું પડશે.'
મનીષ કશ્યપે વધુમાં કહ્યું કે, 'મને લાગે છે કે હું પાર્ટીમાં રહીને લોકોનો અવાજ ઉઠાવી શકીશ નહીં. આવી સ્થિતિમાં મેં આ નિર્ણય લીધો છે. કેટલાક નેતાઓએ મારા પર મહત્ત્વાકાંક્ષી હોવાનો આરોપ લગાવ્યો. હું એક પ્લેટફોર્મ શોધી રહ્યો છું. તમે લોકો મને કહો કે મારી પોતાની પાર્ટી બનાવવી કે નહીં. જોકે, હું એ સ્થિતિમાં નથી. મારે કયા પક્ષમાંથી ચૂંટણી લડવી જોઈએ, એકલા કે કોઈની સાથે?'
યુટ્યુબર મનીષ કશ્યપે ભાજપ નેતાઓનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધતા કહ્યું કે, 'પટણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (PMCH) માં રહેવાનો અર્થ એ છે કે ભ્રષ્ટાચાર જોયા પછી પણ તમે આંખો બંધ રાખો છો. હું બિહારના લોકોના જીવ બચાવવા માટે ઉભો છું. મારી લડાઈ આરોગ્ય વ્યવસ્થા સુધારવા માટે છે.' તાજેતરમાં પટણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં મનીષ કશ્યપને માર મારવામાં આવ્યો હતો. આ પછી, કોઈ પણ ભાજપ નેતાએ તેમના ખબરઅંતર પૂછ્યા નહીં. આનાથી નારાજ થઈને તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે.
Related Articles
પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની યાદ તાજી
પુતિનની ભારત યાત્રા : 25 વર્ષ પૂર્વેની ન...
Dec 04, 2025
કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ
કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં...
Dec 04, 2025
મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી: અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બની ધ...
Dec 04, 2025
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ્વારા ધરપકડ, ગોવાથી પુરુષ તો દમણથી મહિલા પકડાઈ
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ...
Dec 04, 2025
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષના જીવ લીધા, પાણીમાં ડૂબાડીને માર્યા
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ...
Dec 04, 2025
દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓપરેશન : 7 નક્સલી ઠાર, 3 જવાનો શહીદ
દંતેવાડા-બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાન...
Dec 03, 2025
Trending NEWS
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
02 December, 2025
02 December, 2025