260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ
May 08, 2026
અમદાવાદ : અમદાવાદમાં થયેલા ભયાનક એર ઈન્ડિયા વિમાન અકસ્માતને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ શુક્રવારે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાનો અંતિમ તપાસ રિપોર્ટ આગામી એક મહિનામાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. તપાસ હાલ અંતિમ તબક્કામાં છે અને તેને સંપૂર્ણ પારદર્શિતા સાથે હાથ ધરવામાં આવી રહી છે.
ગિફ્ટ સિટી ખાતે આયોજિત 'ઈન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ સમિટ 2.0' બાદ પત્રકાર પરિષદમાં મંત્રીએ માહિતી આપી હતી કે, વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB)ના નેતૃત્વમાં અનેક એજન્સીઓ આ ગંભીર મામલાની તપાસ કરી રહી છે. નાયડુએ ઉમેર્યું કે, તપાસ ચાલુ છે અને તે હવે અંતિમ તબક્કામાં છે. આ એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ હોવાથી, નિયમ મુજબ કોઈપણ સંબંધિત દેશને આ રિપોર્ટની સમીક્ષા કરવાનો અધિકાર છે. કેન્દ્ર સરકાર તપાસ એજન્સીને તમામ જરૂરી સંસાધનો પૂરા પાડી રહી છે.
નોંધનીય છે કે, આ કરુણ અકસ્માત ગયા વર્ષે 12 જૂનના રોજ સર્જાયો હતો. એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ વિમાન અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેણાંક ઈમારતો અને હોસ્ટેલ સંકુલ પર તૂટી પડ્યું હતું. સત્તાવાર આંકડાઓ અનુસાર, આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને અન્ય લોકો સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. વિમાનમાં સવાર 242 લોકોમાંથી માત્ર એક જ મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો. પ્લેનમાં 230 મુસાફરો, 2 પાયલોટ અને 10 કેબિન ક્રૂ સભ્યો સવાર હતા. પ્રારંભિક તપાસમાં એવા સંકેતો મળ્યા હતા કે ઉડાન ભર્યા બાદ તરત જ વિમાનના એન્જિનનો થ્રસ્ટ ઓછો થઈ ગયો હતો. ત્યારબાદ એન્જિન સિસ્ટમ અને કોકપિટ પ્રોસિજરની ઊંડી તપાસ શરૂ કરવામાં આવી હતી. આ અકસ્માત બાદ દેશમાં કાર્યરત તમામ બોઈંગ 787 વિમાનોની વિશેષ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026