જામનગરના જામજોધપુરમાં પત્નીએ ભાઈ સાથે મળીને પતિની કરી હત્યા, બંનેની ધરપકડ
November 30, 2025
જામનગર : જામનગરના જામજોધપુર પંથકમાં માર્કેટિંગ યાર્ડમાં એક મહિલાની તેના પતિ દ્વારા જ હત્યા નિપજાવ્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ પત્ની દ્વારા પતિની હત્યા નિપજાવ્યાનો વધુ એક કિસ્સો સામે આવતાં હાહાકાર મચી ગયો છે. જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા શ્રમિક યુવાન ઉપર તેની જ પત્ની અને સાળાએ લાકડાના ધોકા વડે હુમલો કરી હત્યા નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કોથળામાં પથ્થર સાથે બાંધીને કુવામાં ફેંકી દીધો હતો. કોથળામાંથી મૃતદેહ મળી આવતાં પોલીસ તપાસમાં સમગ્ર ઘટના પરથી પરદો ઉચકાયો હતો, અને મૃતકની ઓળખ થઈ હતી. પોલીસે મૃતકની પત્ની અને સાળા સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહેતા ખેડુત નાગાભાઈ ભીખાભાઈ જાડેજાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સોહમ ઉર્ફે કાળુ રામકીશનભાઈ ભાભોર છેલ્લા કેટલાક દિવસથી લાપતા હતો. વાડી માલિકને જણાવ્યું હતું કે, 'સોહમની પત્ની રાધાબેન અને તેનો ભાઈ પત્તલસિંગ ગુલસિંગ ધારવે વતન ગયા હતા. ત્યારબાદ વાડીમાં અજગર નીકળે છે, તેવા બહાનાઓ બતાવીને બીજી વાડીમાં કામ કરવા માટે બંને ચાલ્યા ગયા હતા.' આ દરમિયાન બાજુની વાડીના ખેડૂતોને કુવામાં દુર્ગંધ આવતી હોવાથી 112 નંબરની જનરક્ષક પોલીસ ટીમને બોલાવી લીધી હતી. જેમાં પોલીસ તપાસમાં કોથળામાં ચેક કરતાં સોહમ રામકિશન ભાભોરનો મૃતદેહ હોવાનું જણાયું હતું. આ પછી પોલીસે મૃતકની પત્ની અને સાળાને ઘટનાસ્થળે બોલાવીને પૂછપરછ કરતાં તેમણે હત્યા નીપજાવી હોવાનું જણાવ્યું હતું.
મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે, સોહમના લગ્ન પહેલા અગાઉ પણ લગ્ન થયા હતા. જે પૈકી બે પુત્રીઓ જન્મી હતી, જે તેમની સાથે રહેતી હતી. બનાવની રાત્રે નજીકના ઘરની દીકરીઓ સોહમ અડપલા કરીને હેરાન પરેશાન કરતો હોવાનું જણાયું હતું. જેથી ઉસકેરાટમાં આવીને મારા સાળા સાથે મળીને અમે લાકડાના ધોકાથી સોહમને માર મારી પતાવી દીધો હતો. પુરાવાનો નાશ કરવાના મૃતદેહને કોથળામાં પથ્થર સાથે બાંધીને કુવામાં ફેંકીને પોતે બીજી વાડીમાં રહેવા ચાલ્યા ગયા હતા.'
Related Articles
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026