કુસ્તીબાજો તેમના ઓલિમ્પિક મેડલ ગંગામાં વહાવશે

May 30, 2023

કુસ્તીબાજોને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આજે સાંજે હરીદ્વાર જઈને મેડલને ગંગા નદીમાં વહાવી દેવામાં આવશે. કુસ્તીબાજોએ કહ્યું કે તેઓ આ મેડલ ગંગામાં વહાવવા જઈ રહ્યા છે, કારણ કે તે માતા ગંગા છે. આપણે ગંગાને જેટલી પવિત્ર માનીએ છીએ, એટલી જ પવિત્રતાથી અમે આ મેડલ સખત મહેનત કરીને મેળવ્યા હતા. આ ચંદ્રકો આખા દેશ માટે પવિત્ર છે અને પવિત્ર પદક રાખવાનું યોગ્ય સ્થાન પવિત્ર માતા ગંગા હોઈ શકે છે.

રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ પોતાના મેડલ ગંગામાં વહાવવાની જાહેરાત કરી છે. કુસ્તીબાજ બજરંગ પુનિયા, વિનેશ ફોગટ અને સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને કહ્યું કે, "અમે આ મેડલ ગંગામાં વહાવવા જઈ રહ્યા છીએ, કારણ કે તે ગંગા મા છે." આપણે ગંગાને જેટલી પવિત્ર માનીએ છીએ, એટલી જ પવિત્રતાથી અમે આ મેડલ સખત મહેનત કરીને હાંસલ કર્યા હતા. આજે સાંજે 6 વાગ્યે કુસ્તીબાજો મેડલ ગંગામાં વહાવશે. તેમજ હવે કુસ્તીબાજો જંતર-મંતરની જગ્યાએ ઇન્ડિયા ગેટ કર ધરણા કરશે.