Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

PM મોદીજી પહેલાં તમે એક્શન લો, પછી અમે... અરવિંદ કેજરીવાલે 'સ્વદેશી ખરીદો' અપીલની કરી ટીકા

September 22, 2025

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના ચીફ કન્વિનર અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સ્વદેશી ખરીદો' પ્રોડક્ટ્સનો હુંકાર કરતાં પત્રની ટીખળ કરી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન તમામને સ્વદેશી સામાન ખરીદવા માટે અપીલ કરી રહ્યા છે, પરંતુ તેઓ જે વિદેશી એરક્રાફ્ટમાં મુસાફરી કરે છે, વિદેશી સામાન વાપરે છે, તેનું શું?  અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી છે કે, 'તમે પોતે જ સ્વદેશી પ્રોડક્ટ્સ વાપરવાની શરૂઆત કેમ નથી કરતાં? તમે રોજિંદા વિદેશી એરક્રાફ્ટમાં મુસાફરી કરો છો, તે બંધ કેમ નથી કરતાં? તમે રોજિંદા જીવનમાં જે વિદેશી સામાન વાપરો છો, તેનો ત્યાગ કેમ નથી કરતાં? ભારતમાં ચાલતી ચાર અમેરિકન કંપનીઓ કેમ બંધ કરાવતા નથી? ટ્રમ્પ રોજે ભારત અને ભારતીયોનું અપમાન કરે છે. તમે પણ કંઈક કરો, અમે વડાપ્રધાન પાસે પણ એક્શનની અપેક્ષા રાખીએ છીએ, પ્રવચનની નહીં.' વડાપ્રધાન મોદીએ ગઈકાલે રવિવારે સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધનમાં નાગરિકોને આત્મનિર્ભર બનવા તેમજ વિદેશી પ્રોડ્કટ્સ પર નિર્ભરતા ઘટાડવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, આપણે સૌએ ગર્વ સાથે કહેવું જોઈએ કે, હું સ્વદેશી ખરીદ્યું છું. સ્વદેશી ખરીદવાની અપીલની સાથે મોદીએ જીએસટી 2.0 લાગુ થવાની પણ જાહેરાત કરી હતી. આજે 22 સપ્ટેમ્બર, 2025થી જીએસટીમાં મોટા સુધારા અમલી બન્યા છે. જે ગ્રાહકોને મોટી રાહત આપશે. તેમજ સ્થાનિક વપરાશ અને ઉત્પાદનને પણ વેગ આપશે.