હોલિકા દહન પર રાશિ પ્રમાણે નાંખો આહુતિ, ઘરમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ

February 17, 2025

હોલિકા દહન આ વર્ષે 13 માર્ચ 2025એ છે. દરમિયાન હોલિકા દહનને લઈને થનારી વિધિ અને અનુષ્ઠાનની જાણકારી હોવી જરૂરી છે. હોલિકા દહનના દિવસે જો હોલિકાની પરિક્રમા કરતાં રાશિ અનુસાર અમુક સામગ્રી અગ્નિમાં આહુતિ
તરીકે અર્પણ કરો તો તેના ખૂબ લાભ જાતકોને થઈ શકે છે.

રાશિ અનુસાર હોલિકા દહન

મેષ રાશિ


મેષ રાશિના જાતકને હોલિકા દહન દરમિયાન અગ્નિમાં ગોળની આહુતિ આપવી જોઈએ. તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. 7 કાળા મરચાં પણ અર્પણ કરવામાં આવે છે અને 9 વખત હોલિકાની પરિક્રમા લગાવવામાં આવે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોને હોલિકા દહનમાં ખાંડની આહુતિ આપી શકો છો. આ ઉપાયથી વેપાર અને નોકરીમાં પ્રગતિના માર્ગ ખુલશે. જાતકોએ હોલિકાની પરિક્રમા  11 વખત કરવી જોઈએ. 

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોએ હોલિકામાં ચણાની દાળ કે ઘઉંના દાણાની આહુતિ આપવી જોઈએ. તેનાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. જાતક હોલિકાની પરિક્રમા 7 વખત કરી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતક હોલિકામાં સફેદ રંગની વસ્તુ જેમ કે સફેદ તલની આહુતિ આપી શકો છો. હોલિકામાં વરિયાળી અર્પણ કરવી પણ જાતક માટે શુભ હોઈ શકે છે. હોલિકાની 28 પરિક્રમા કરવી જાતક માટે લાભકારી થશે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતક જો હોલિકામાં લોબાન અર્પણ કરે તો તેમના જીવનથી નકારાત્મકતા દૂર થઈ શકે છે. નવી ઉર્જાનો સંચાર થવાથી પ્રગતિ અને સફળતાઓ હાથ લાગી શકે છે. હોલિકામાં જવની આહુતિ શુભ થશે અને 29 વખત હોલિકા
દહનની પરિક્રમા કરી શકો છો. 

આ પણ વાંચો: નાસ્ત્રેદમસ અને બાબા વેંગાએ 2025માં ભૂકંપ માટે કઈ ભવિષ્યવાણી કરી હતી? જુઓ કેટલી સાચી પડી

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકને લીલા પાન કે લીલી ઈલાયચીની આહુતિ આપવી જોઈએ. તેનાથી ગ્રહોના જાતક પર શુભ પ્રભાવ પડી શકશે. કન્યા રાશિના જાતક 7 વખત હોલિકાની પરિક્રમા કરે તો શુભ ફળદાયી થશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતક હોલિકામાં કપૂરની આહુતિ આપે તો આ શુભ રહેશે. રૂપિયાની તંગી દૂર થશે. જાતકોને 21 વખત હોલિકાની પરિક્રમા કરતાં મનમાં શુદ્ધતા રાખવી પડશે. 

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોને ચણાની દાળની આહુતિ આપવાનું શુભફળ મળી શકે છે. આર્થિક સ્થિતિ સુધરી શકે છે. જાતક હોલિકાની 28 વખત પરિક્રમા કરી શકે છે.

ધન રાશિ

ધન રાશિના જાતક હોલિકામાં ચણાની દાળની આહુતિ આપે અને 23 વખત પરિક્રમા કરે. તેના ટૂંક સમયમાં શુભ પરિણામ જાતકને જોવા મળશે.

મકર રાશિ

મકર રાશિના જાતકને હોલિકાની અગ્નિમાં કાળા તલની આહુતિ આપવી શુભ પરિણામ આપી શકે છે. નકારાત્મકતા દૂર થઈ શકે છે. જાતક માટે 15 પરિક્રમા કરવી શુભ પરિણામ આપશે. 

કુંભ રાશિ

હોલિકા દહનના સમયે જો કુંભ રાશિના જાતક કાળા સરસવની આહુતિ આપે તો આ શુભ રહેશે. જીવનમાં સુખ-શાંતિનો વાસ થશે. 25 વખત હોલિકાની પરિક્રમા કરવી શુભ રહેશે.

મીન રાશિ

મીન રાશિના જાતક હોલિકાની અગ્નિમાં પીળા સરસવની આહુતિ આપે તો આ ઉપાયથી જીવનમાં સુખ-સમૃદ્ધિનો સંચાર થઈ શકશે. જાતકને 9 વખત હોલિકાની પરિક્રમા કરવાથી શુભ પરિણામ મળી શકશે.