NEET-PG 2026 પરીક્ષામાં10 વખત બત્તી ગૂલ, સિસ્ટમ બંધ થતાં હવે 5 સપ્ટેમ્બરે ફરી લેવાશે એક્ઝામ
August 30, 2026
સીતાપુરાના બે સેન્ટરોમાં વીજળી ગુલ થતાં હોબાળો, સિસ્ટમ વારંવાર બંધ થવાથી ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા
દિલ્હી : નીટ-પીજી 2026ની પરીક્ષા 30 ઓગસ્ટે યોજાઈ હતી. તેનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીનો હતો, પરંતુ રાજસ્થાનના જયપુરના બે સેન્ટરોમાં અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી. આ કારણે પરીક્ષા શરૂ કરવામાં ખાસ્સો વિલંબ થયો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે દર 10થી 15 મિનિટે વીજળી જતી રહેતી હતી. તેનાથી કમ્પ્યુટર સિસ્ટમ પ્રભાવિત થઈ રહી હતી અને ઘણા ઉમેદવારો યોગ્ય રીતે પરીક્ષા જ આપી શક્યા નહોતા. હવે સરકારે આ બે સેન્ટર્સ માટે ફરીથી પરીક્ષા યોજવાની જાહેરાત કરી છે. પરીક્ષાની નવી તારીખ 5 સપ્ટેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર, જયપુરના સીતાપુરાના બે સેન્ટરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આ પરીક્ષા કમ્પ્યુટર બેઝ્ડ એટલે કે CBT ફોર્મેટમાં લેવાય છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પરીક્ષા દરમિયાન ઘણી વખત પાવર કટ થયો હતો. આ કારણે ઉમેદવારો પોતાની પરીક્ષા પૂરી કરી શક્યા નહોતા. વિદ્યાર્થીઓએ એવો પણ દાવો કર્યો કે પાવર કટના કારણે પરીક્ષા સમયસર શરૂ પણ થઈ શકી નહોતી. અહેવાલો મુજબ, iON ડિજિટલ ઝોન iDZ સીતાપુરાના બે સેન્ટર TC નંબર 41682 અને 41683 માં વીજળી જતી રહી હતી.
વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, ઘણી વખત એક જ પ્રશ્નને ફરીથી અટેમ્પ્ટ કરવાની નોબત આવી અને આખી પરીક્ષા દરમિયાન આ જ સિલસિલો ચાલતો રહ્યો હતો. ઉમેદવારો માટે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે તેમને એ પણ ખબર નહોતી કે હવે પછી સિસ્ટમ ક્યારે બંધ થઈ જશે. પરીક્ષામાં બેઠેલા ઉમેદવારે જણાવ્યું કે બે કલાકમાં પરીક્ષા 10 વાર શરૂ થઈ અને 10 વાર બંધ થઈ ગઈ. આવું શા માટે થઈ રહ્યું હતું, તેનો જવાબ આપવા વાળું કોઈ નહોતું. આ મામલાની માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે સેન્ટરનું સર્વર યોગ્ય રીતે કામ કરી રહ્યું નહોતું. કેટલાક ઉમેદવારોના કમ્પ્યુટર ખૂલી રહ્યા હતા, જ્યારે કેટલાકના ખૂલી રહ્યા નહોતા, જેના કારણે પરીક્ષા પ્રભાવિત થઈ હતી.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026