બનાસ નદીમાં નહાવા પડેલા 11 યુવકો ડૂબ્યાં, 8ના મોત; રાજસ્થાનમાં મોટી દુર્ઘટના
June 10, 2025

રાજસ્થાનના ટોંક જિલ્લામાં મંગળવારે (10મી જૂન) એક મોટી દુર્ઘટના સર્જાય છે. બનાસ નદીમાં નહાવા ગયેલા 11 યુવાનો અચાનક જોરદાર પ્રવાહમાં તણાયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં આઠ યુવાનોના મૃત્યું થયાના અહેવાલ છે. ઘટનાની જાણ થતા પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ટોંક જિલ્લામાં બનાસ નદીમાં 11 યુવાનો નહાવા પડ્યા હતા, પરંતુ અચાનક નદીના જોરદાર પ્રવાહને કારણે તણાયા હતા. આ ઘટના અંગેની જાણ ગ્રામજનોએ પોલીસને કરી હતી. માહિતી મળતાં જ ટોંક પોલીસ, વહીવટીતંત્ર અને SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 8 યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે, જો કે, હજુ ત્રણ યુવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ દુ:ખદ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વહીવટીતંત્રે નદીની આસપાસ રહેતા લોકોને સાવધાની રાખવા અને કોઈપણ જરૂરી કામ વિના નદીમાં ન જવા અપીલ કરી છે.
જાણકારી અનુસાર યુવકો અહીં પિકનિક મનાવવા માટે આવ્યા હતા. જોકે બાદમાં એક બાદ એક ડૂબવા લાગ્યા, પછી સ્થાનિકોએ પોલીસને જાણ કરી. સ્થાનિકોનું કહેવું છે કે નદીનો આ હિસ્સો ખૂબ જ ઊંડો છે, તેમ છતાં ચેતવણી માટે કોઈ બોર્ડ લગાવવામાં આવી નથી. જેના કારણે ઘણીવાર લોકો જાણકાર વિના નહાવા માટે કૂદી પડતાં હોય છે.
તમામ મૃતકો જયપુરના હોવાના પ્રાથમિક અહેવાલ છે. પરિજનોની રોકકળના કારણે હોસ્પિટલમાં ગમગીન માહોલ સર્જાયો હતો. SP વિકાસ સાંગવાને લોકોને જાણકારી વિના પાણીમાં ન ઉતરવા અપીલ કરી છે.
Related Articles
દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે ભારતના વલણથી ભડક્યું ચીન, સાવચેતી રાખવા ચેતવણી
દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે ભારતના વલ...
Jul 04, 2025
હિમાચલમાં વરસાદી આફતમાં 63ના મોત, 400 કરોડનું નુકસાન
હિમાચલમાં વરસાદી આફતમાં 63ના મોત, 400 કર...
Jul 04, 2025
અમેરિકામાં ભારતીય મૂળના યુવકની ધરપકડ, ફ્લાઈટમાં મારા-મારી કરવાનો આરોપ
અમેરિકામાં ભારતીય મૂળના યુવકની ધરપકડ, ફ્...
Jul 04, 2025
બિહારમાં ભાજપના મંત્રી નકલી દવાના કેસમાં દોષિત ઠર્યા, વિપક્ષે માગ્યું રાજીનામું
બિહારમાં ભાજપના મંત્રી નકલી દવાના કેસમાં...
Jul 04, 2025
ભાજપ નેતાએ ઠાકરેને ચેલેન્જ આપતા કહ્યું- મુસ્લિમ વિસ્તારમાં જઈને બતાવો
ભાજપ નેતાએ ઠાકરેને ચેલેન્જ આપતા કહ્યું-...
Jul 04, 2025
સરહદ ભલે એક દુશ્મન 3 હતા, ચીને પોતાના હથિયાર ટેસ્ટ કર્યા: સેના ઉપપ્રમુખ
સરહદ ભલે એક દુશ્મન 3 હતા, ચીને પોતાના હથ...
Jul 04, 2025
Trending NEWS

04 July, 2025

04 July, 2025

04 July, 2025

03 July, 2025

03 July, 2025

03 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025