Breaking News :
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન! સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત

અયોધ્યા દાન ચોરી મામલે SIT દ્વારા 140 પાનાનો રિપોર્ટ તૈયાર, આજે જૂને સુનાવણીની શક્યતા

June 22, 2026

અયોધ્યાના શ્રી રામ મંદિરમાં થયેલી દાન ચોરીનો મામલો હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં પહોંચ્યો છે. આ કેસની તપાસ સીબીઆઇ અને અન્ય સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવા તેમજ દાનનું ઓડિટ કરાવવાની માંગ સાથે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. સમયના અભાવે અગાઉ 19 જૂને આ કેસની સુનાવણી થઈ શકી ન હતી, પરંતુ હવે 22 જૂન એટલે કે સોમવારે ઉનાળુ વેકેશન બેન્ચ સમક્ષ તેની સુનાવણી થવાની શક્યતા છે. અરજદાર વકીલ મોહિત અશોકે કોર્ટને આ મામલે વહેલી સુનાવણી કરવા વિનંતી કરી છે.

બીજી તરફ આ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા મહદઅંશે તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે. તપાસ પૂર્ણ કરીને આ ટીમ અયોધ્યાથી લખનઉ જવા રવાના થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મામલે 140 પાનાનો એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ તથ્યો અને મહત્વપૂર્ણ પુરાવાઓની વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ તપાસ દરમિયાન 113 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં બેંકના કર્મચારીઓ અને ટ્રસ્ટ સાથે સંકળાયેલા 30 લોકો શંકાના ઘેરામાં આવ્યા છે. આ ઉપરાંત કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે 2000 કલાકના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા છે અને તેને કબજે પણ લેવામાં આવ્યા છે.