પાલઘર પાસે ₹17 કરોડની ચાંદી ભરેલી વેનનો અકસ્માત: 2ના મોત, કિંમતી પાટોની સુરક્ષા માટે પોલીસ ગોઠવવી પડી
May 16, 2026
મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય રાજમાર્ગ પર પાલઘરના ચારોટી નાકા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં મુંબઈથી આશરે 17 કરોડ રૂપિયાની કિંમતની 600 કિલો ચાંદીની પાટો ભરીને વાપી જઈ રહેલી એક સિક્યોરિટી વેન ડિવાઈડર કૂદીને સામેથી આવતા ટ્રેલર સાથે ભટકાયા બાદ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
મળતી માહિતી અનુસાર, મુંબઈની 'નાકોડા બુલિયન' કંપનીની વેન શુક્રવારે (15મી મે) વહેલી સવારે આશરે છથી સાડા છ વાગ્યાના અરસામાં ચાંદીનો મોટો જથ્થો લઈને વાપી જીઆઈડીસી (GIDC)માં આવેલી એક કંપનીમાં જવા રવાના થઈ હતી. જો કે, ચારોટી ફ્લાયઓવર નજીક પહોંચતા જ વેનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ બહાર ગયેલી વેન ગુજરાત તરફ જતી લેનનું ડિવાઈડર તોડીને સીધી સામેની મુંબઈ તરફ જતી લેનમાં ઘૂસી ગઈ હતી. બરાબર એ જ સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલર સાથે વેનની જોરદાર ટક્કર થઈ હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે વેનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વેનના ડ્રાઈવર અને અંદર તહેનાત સિક્યોરિટી ગાર્ડનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે વાહનમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે.
અકસ્માતના પગલે વેનનો પાછળનો ભાગ તૂટી જતાં અંદર રાખેલી કરોડો રૂપિયાની કિંમતી ચાંદીની પાટો હાઈવે પર ખુલ્લી થઈ ગઈ હતી. કિંમતી ધાતુ રોડ પર જોઈને આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પાલઘર પોલીસનો મોટો કાફલો તાત્કાલિક હાઈવે પર દોડી આવ્યો હતો. કોઈ અસામાજિક તત્વો કે સ્થાનિક લોકો કિંમતી ચાંદીની પાટો આઘીપાછી (ચોરી) ન કરી જાય તે માટે પોલીસે તાબડતોબ સમગ્ર અકસ્માત સ્થળને કોર્ડન કરી લીધું હતું અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને ચાંદીનો તમામ જથ્થો સુરક્ષિત રીતે પોતાના હસ્તક લીધો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનને ક્રેનની મદદથી હાઈવે પરથી ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો.
Related Articles
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ, સરકારી સાક્ષી બનાવાયા
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અન...
Sep 26, 2026
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026