એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
May 11, 2026
કોવિડ-19 રોગચાળા પછી ફરી એકવાર સમગ્ર વિશ્વમાં હંતા વાયરસ નામના નવા વાયરસનો ભય ફેલાઈ રહ્યો છે. હાલમાં એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત ડચ ધ્વજવાળું ક્રૂઝ જહાજ MV હોન્ડિયસ આ વાયરસના કારણે સમાચારમાં છે. આ જહાજ પર વાયરસ ફાટી નીકળતા અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે અને અનેક મુસાફરો સંક્રમિત થયા છે. આ તાજેતરના કેસોએ જાહેર આરોગ્યની ચિંતાઓમાં વધારો કર્યો છે. હંતા વાયરસનું આ સ્વરૂપ સામાન્ય રોગો કરતા ઘણું અલગ અને વિનાશક માનવામાં આવે છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના રોગચાળા અને વૈશ્વિક રોગચાળા વ્યવસ્થાપનના નિયામક ડૉ. મારિયા વાન કેરખોવે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી હતી કે આ વાયરસ કોવિડ કે ઈન્ફલ્યુએન્ઝા નથી, પરંતુ તે સંપૂર્ણપણે અલગ રીતે ફેલાય છે. જોકે, WHO એ એ વાત પર ભાર મૂક્યો હતો કે આ વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાતો ન હોવાથી હાલમાં જોખમ ઓછું છે. તેમ છતાં જહાજ પર બનેલી આ ઘટનાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેખરેખ વધારવામાં આવી છે.
આ સંક્રમણની શરૂઆત આર્જેન્ટિનાથી રવાના થયેલા જહાજમાં થઈ હતી, જેમાં વિવિધ દેશોના આશરે 150 પ્રવાસીઓ સવાર હતા. 2 મેના રોજ પ્રથમ કેસ નોંધાયો હતો જ્યારે એક મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ચેપનો પહેલો ભોગ 70 વર્ષના એક ડચ નાગરિક બન્યા હતા, જે 1 એપ્રિલે મુસાફરી શરૂ થયાના થોડા સમય બાદ બીમાર પડ્યા હતા. તેમણે તાવ, માથાનો દુખાવો અને ઝાડાની ફરિયાદ કરી હતી અને અંતે જહાજ પર જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે.
Related Articles
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વ...
Sep 26, 2026
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ, કોંગો સૈન્યના બે મોટા અધિકારી સહિત 14ના મોત
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લ...
Sep 26, 2026
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026