રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ, સરકારી સાક્ષી બનાવાયા
September 26, 2026
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા રામ મંદિરમાં દાન ચોરીના મામલામાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટમાં ચોરીની ઘટનાથી લઈને પોલીસ કાર્યવાહી સુધીના અનેક મહત્ત્વપૂર્ણ ખુલાસા થયા છે. પોલીસે આ કેસમાં 8 લોકોને આરોપી બનાવ્યા છે, જ્યારે કેટલાક મુખ્ય અધિકારીઓને ક્લીન ચિટ આપવામાં આવી છે.
પોલીસે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પૂર્વ મહાસચિવ ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવને આ કેસમાં ક્લીન ચિટ આપી દીધી છે. પોલીસ દ્વારા આ ત્રણેય પદાધિકારીઓને આ મામલામાં આરોપી બનાવવાના બદલે મહત્ત્વના સાક્ષી બનાવવામાં આવ્યા છે.
પોલીસની ચાર્જશીટ મુજબ, 3 જૂને સૌથી પહેલાં અવિનાશ શુક્લા, કરુણેશ પાંડે, અનુકલ્પ મિશ્રા અને લવ કુશ મિશ્રાને ચોરી કરતા પકડવામાં આવ્યા હતા. તે દિવસે દાન ગણનાર કર્મચારી મદન ગોપાલ નિગમે આ લોકોને નોટોના બંડલ છુપાવતા જોયા હતા. ત્યારબાદ 4 જૂને પણ ચોરીની અન્ય ઘટના સામે આવી હતી, જ્યાં અવિનાશ શુક્લાને સંત પ્રસાદ વર્મા નામના કર્મચારીએ ચોરી કરતા પકડ્યો હતો. ચેકિંગ દરમિયાન ચોરી કરાયેલા 2,25,000 રૂપિયા બાથરૂમમાંથી મળી આવ્યા હતા.
ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર, 4 જૂનની રાત્રે દિલ્હીથી ટ્રેન દ્વારા અયોધ્યા આવી રહેલા ચંપત રાયને આ ચોરીની જાણકારી આપવામાં આવી હતી અને તેમને ચોરીના વીડિયો પણ મોકલવામાં આવ્યા હતા. 5 જૂને અયોધ્યા પહોંચ્યા બાદ તેમણે કારસેવકપુરમ સ્થિત આવાસે બેઠક યોજી હતી, જેમાં તેમને લેપટોપ પર સીસીટીવી ફૂટેજ પણ દેખાડવામાં આવ્યા હતા. જોકે, આ બાબતની જાણ હોવા છતાં 7 જૂને ચંપત રાયે ટ્રસ્ટના આંતરિક ઓડિટ અંગેનું નિવેદન જારી કર્યું હતું.
તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં આરોપીઓનો કારનામો સામે આવ્યો છે. અવિનાશ શુક્લા 85 વાર ચોરી કરતો અને 4 વાર મદદ કરતો નજરે પડ્યો છે. જ્યારે મનીષ યાદવ નામના કર્મચારીએ 15 એપ્રિલ, 2026થી 3 જૂન, 2026 વચ્ચેના માત્ર 50 દિવસના ગાળામાં 16 વાર ચોરી કરી હતી અને 19 વાર ચોરીમાં મદદ કરી હતી. આ ઉપરાંત અન્ય આરોપીઓ પણ આ સિન્ડિકેટમાં સામેલ હતા.
Related Articles
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
Trending NEWS
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026