ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
September 26, 2026
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધામધૂમથી ગણપતિ વિસર્જનનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. પરંતુ આ દરમિયાન પાણીમાં ડૂબી જવાના કારણે 10 લોકોના મોત નિપજ્યા છે. સુરત, ધોળકા અને મોરબી જિલ્લામાં આ કરુણ ઘટનાઓ ઘટી છે. બીજી તરફ અમરેલી જિલ્લાના બાબરામાં આજે બપોરે ગણપતિ વિસર્જન કરવા ગયેલા લોકોને ચેકડેમમાંથી ચાર મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ છે. અલબત, આ ચારેય લોકો નાવા જતા ડૂબ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે.
કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે સાંજે તાપી નદીના કિનારે વિસર્જન અર્થે ગયેલી હોડી અચાનક પલટી મારી જતા 5 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં મેર રાજુભાઈ લાલાભાઈ (ઉં.વ.21), શિયાળિયા દાનાભાઈ સુખાભાઈ (ઉં.વ.26) અને સાદુલભાઈ ભુલાભાઈ મેર (ઉં.વ.23) (ત્રણેય રહે.ગુરુકૃપા સોસાયટી, ખોલવડ, કામરેજ, જી.સુરત)ના ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યા છે. માંગરોળના લિડીયાત અને કુંવરદા ગામે તેમજ ઓલપાડ તાલુકાના દિહેણ ગામે પણ ગણપતિ વિસર્જન દરમિયાન ત્રણ વ્યક્તિઓ ડૂબી ગયા હોવાની ઘટનાઓ નોંધાઈ છે.
બગોદરા-શિયાળ રોડ પર આવેલ થાળાવાળી પાણીની દીરમાં ગણપતિ વિસર્જન બાદ નાહવા પડેલા બે કિશોરો ડૂબવાની ઘટના સામે આવી છે. બગોદરાના રહેવાસી મહાવીરસિંહ ગંભુભાઈ ચૌહાણ અને હર્ષરાજસિંહ વિજયસિંહ ચૌહાણ નામના કિશોરો શ્રીજીની પ્રતિમા પધરાવવા ગયા હતા. વિસર્જન કર્યા બાદ બંને કિશોરો પાણીમાં નાહવા પડતાં ઊંડા પાણીમાં જવાથી ડૂબવા લાગ્યા હતા.આ દરમિયાન મહાવીરસિંહ ચૌહાણને તરતાં આવડતું હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો, જ્યારે હર્ષરાજસિંહ ચૌહાણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ગુમ થયા હતા.
Related Articles
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ કરાશે! નાના એકમો ઠપ થવાનો ભય, લાખો બેરોજગાર બનશે
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો...
Oct 17, 2026
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026