કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું

September 26, 2026

નાગોયા ખાતે યોજાઈ રહેલી એશિયન ગેમ્સ 2026 ના 7મા દિવસે ભારતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય મહિલા કબડ્ડી ટીમે રોમાંચક ફાઈનલ મુકાબલામાં ઈરાનને 37-34 થી હરાવીને ગોલ્ડ મેડલ (સુવર્ણ પદક) પોતાના નામે કર્યો છે. એશિયન ગેમ્સમાં મહિલા કબડ્ડી ક્ષેત્રે ભારતનો આ ચોથો મેડલ છે, જ્યારે આ ચાલુ એશિયન ગેમ્સ 2026માં ભારતનો આ કુલ ત્રીજો ગોલ્ડ મેડલ છે.

7મા દિવસે ભારતીય ખેલાડીઓ એથ્લેટિક્સ, શૂટિંગ, કબડ્ડી, હોકી, ફેન્સિંગ, બોક્સિંગ, સ્ક્વોશ, તીરંદાજી, સેલિંગ, સર્ફિંગ અને બેડમિન્ટન જેવી વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. એશિયન ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 6 મેડલ જીત્યા હતા.

ગોલ્ડ મેડલ: શૂટિંગમાં શુરુચિ સિંહ અને કમલજીતની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતને દિવસનો ગોલ્ડ અપાવ્યો હતો.

સિલ્વર મેડલ: મેન્સ 50 મીટર રાઇફલ 3 પોઝિશન ટીમ ઇવેન્ટ અને એથ્લેટિક્સમાં ગુલવીર સિંહે મેળવ્યો.

બ્રોન્ઝ મેડલ: મનપ્રીત કૌર (મહિલા શૉટ પુટ), બરાનિકા એલંગોવન (મહિલા પોલ વોલ્ટ) અને દીયા ચિતાલે-માનુષ શાહની જોડીએ (ટેબલ ટેનિસ મિક્સ્ડ ડબલ્સ) જીત્યા હતા.