શુભેન્દુ અધિકારીના 'ખાસ' નેતાની દંડા વડે ધોલાઈ કરી, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી
May 15, 2026
બંદૂક દેખાડી જાનથી મારવાની ધમકી આપી : ભાજપ નેતા
મેદિનીપુર- પશ્ચિમ બંગાળમાં સત્તા બદલાયા બાદ હજુ પણ ધાક-ધમકી અને હુમલાની ઘટનાઓ સતત બની રહી છે. રિપોર્ટ મુજબ, મેદિનીપુર જિલ્લાના પાંશકુડા વિસ્તારમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના ખાસ ભાજપ નેતા પ્રોસેનજીત મંડલ પર હુમલો થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ભાજપ નેતા પ્રોસેનજીત મંડલે આક્ષેપ કર્યો છે કે, તેઓ દક્ષિણ ચચિયારા રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા લોકોએ તેમને અટકાવીને ઘેરી લીધા હતા, પછી બંદૂકનો કૂંદો માર્યા બાદ દંડા વડે ધોલાઈ કરી હતી. એટલું જ નહીં હુમલાખોરોએ તેમને બંદૂક દેખાડીને જાનથી મારવાની ધમકી પણ આપી હતી. જોકે તેઓ ત્યાંથી ભાગવામાં સફળ થયા હતા. ભાજપ નેતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અનેક લોકોના નામ આપ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, આરોપીઓ તૃમણૂલ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. હુમલાખોરોએ ભાજપ નેતાને ધમકી આપી હતી કે, જો રાજકીય પ્રવૃત્તિઓ ચાલું રાખશે તો તાજેતરમાં હુમલામાં માર્યા ગયેલા મુખ્યમંત્રીના ખાનગી સચિવ ચંદ્રનાથ રથ જેવી તારી હાલત કરી નાખીશું.
Related Articles
નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લોકોના મોત, દારૂ પીધો હોય તેમને હોસ્પિટલમાં દાખલ થવા અપીલ
નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લો...
Sep 26, 2026
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ, સરકારી સાક્ષી બનાવાયા
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અન...
Sep 26, 2026
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
Trending NEWS
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026