ભારત અને UAE વચ્ચે સમજૂતી કરાર, હોર્મુઝ સ્ટ્રેટને કાર્યરત કરવા પર ભાર
May 15, 2026
અબુ ધાબી- પીએમ મોદી શુક્રવાર, 15 મેના રોજ તેમની પાંચ દેશોની વિદેશ યાત્રાના પ્રથમ તબક્કે અબુ ધાબી પહોંચ્યા છે. પીએમ મોદીનું વિમાનના યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જ ત્યાંના F-16 લડાયક વિમાનોએ તેમને એસ્કોર્ટ કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર ઉતરતા જ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યું હતું. આ સાથે પીએમ મોદીએ ગુજરાતને લઈને યુએઈ સાથે એક ખાસ ડીલ કરી છે.
પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન તેમણે તાજેતરમાં યુએઈ પર થયેલા હુમલાઓની સખત નિંદા કરી હતી અને ખાતરી આપી હતી કે ભારત હંમેશા યુએઈની સુરક્ષા માટે તેની પડખે ઉભું રહેશે. ખાસ કરીને વેપાર અને ઊર્જાના પુરવઠાને કોઈ નુકસાન ન થાય તે માટે તેમણે હોર્મુઝ સ્ટ્રેટને વહેલી તકે કાર્યરત કરવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ મુશ્કેલ સમયમાં ત્યાં વસતા લાખો ભારતીયોની સુરક્ષા અને પરિવારની જેમ કાળજી લેવા બદલ રોયલ ફેમિલીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો, જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો અને નવી વ્યૂહનીતિને દર્શાવે છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્ત્વના સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે:
- રક્ષણ અને ઊર્જા ક્ષેત્રે મહત્ત્વના કરારો
- સામરિક રક્ષણ ભાગીદારી: બંને દેશો વચ્ચે સૈન્ય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે રક્ષણ ક્ષેત્રે સમજૂતી થઈ.
- ઊર્જા સુરક્ષા: વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ અને LPGના પુરવઠાને લઈને મહત્ત્વના કરાર થયા.
- શિપ રિપેર ક્લસ્ટર: ગુજરાતના વાડીનારમાં શિપ રિપેર ક્લસ્ટર સ્થાપવા માટે પણ સમજૂતી કરવામાં આવી છે.
- ભારે રોકાણ: ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, RBL બેન્ક અને સન્માન કેપિટલમાં કુલ 5 અબજ અમેરિકન ડૉલરના રોકાણની જાહેરાત કરવામાં આવી છે.
Related Articles
નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લોકોના મોત, દારૂ પીધો હોય તેમને હોસ્પિટલમાં દાખલ થવા અપીલ
નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લો...
Sep 26, 2026
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ, સરકારી સાક્ષી બનાવાયા
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અન...
Sep 26, 2026
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
Trending NEWS
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026