હુમલામાં 250 મોત, હોર્મુઝ ફરી બંધ, ઓઈલ મોંઘું...
April 10, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ ક્રૂડ ઓઈલની કિંમત ધરખમ ઘટાડો અને મોટાભાગના દેશોના શેરમાર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જોકે હવે ઈઝરાયલે લેબેનોનમાં તબાહી મચાવતા ઈરાને ચાર દેશો પર મિસાઈલ-ડ્રોનથી હુમલા કર્યા છે, જેના કારણે ફરી ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થવા સાથે અનેક દેશોના શેરમાર્કેટમાં પણ ઘટાડો થયો છે.
મળતી વિગતો મુજબ, ઈઝરાયલે લેબેનોનમાં ભયાનક તબાહી મચાવ્યા બાદ મધ્ય-પૂર્વમાં ફરી સ્થિતિ વણસી ગઈ છે. ઈઝરાયલે બુધવારે લેબોનોન પર ડ્રોન અને મિસાઈલો ઝીંકતા 250થી વધુ લોકોના મોત અને હજારોથી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે, ત્યારે આ હુમલાના કારણે હવે ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો છે. એટલું જ નહીં તેણે સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત, કુવૈત અને કતાર પર ડ્રોન-મિસાઈલથી હુમલો કર્યો છે. ઈઝરાયલ અને ઈરાનના આ પગલાના કારણે યુદ્ધવિરામની સ્થિતિ પર ફરી ખતરો મંડરાઈ રહ્યો છે.
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયું છે, જોકે અમેરિકાએ લેબેનોને બચાવવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. અમેરિકા હોર્મુઝ જળમાર્ગ તાત્કાલીક ખોલવાની માંગ કરીને શાંતિ વાર્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે યુદ્ધવિરામ પછી ઈઝરાયલ, લેબેનોન અને ઈરાનના કારણે ફરી મધ્ય-પૂર્વમાં ચિંતા વાદળો ઘેરાયા છે અને યુદ્ધવિરામ ટકવાની સંભાવના પણ ઓછી થતી દેખાઈ રહી છે.
Related Articles
ભરૂચના વ્હોરવાડમાં લોહિયાળ ખેલ: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત
ભરૂચના વ્હોરવાડમાં લોહિયાળ ખેલ: એક જ પરિ...
Jun 10, 2026
FIR બાદ ખાન સર સરેન્ડર કરવા કોર્ટ પહોંચ્યા, પટણા ગોળીબાર કેસમાં મોટો વળાંક
FIR બાદ ખાન સર સરેન્ડર કરવા કોર્ટ પહોંચ્...
Jun 06, 2026
ઈઝરાયલે હુમલાનો આદેશ આપતા બેરૂતમાં ભયનો માહોલ, જીવ બચાવવા ભાગમભાગ, હિઝબુલ્લાહે પણ રોકેટ છોડ્યા
ઈઝરાયલે હુમલાનો આદેશ આપતા બેરૂતમાં ભયનો...
Jun 01, 2026
બિહારમાં મોટી હોનારત: ગંગા નદીમાં 14 લોકો ભરેલી બોટ ડૂબી, 2ના મોત અને 5 ગુમ
બિહારમાં મોટી હોનારત: ગંગા નદીમાં 14 લોક...
May 28, 2026
SIRએ TMCનો ખેલ બગાડ્યો? મમતા બેનરજીના દાવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે અરજી કરવા સ્વતંત્ર
SIRએ TMCનો ખેલ બગાડ્યો? મમતા બેનરજીના દા...
May 11, 2026
ઇન્ડિગોની ચંદીગઢ- હૈગરાબાદ ફ્લાઇટમાં પાવર બેંક બ્લાસ્ટ:5 મુસાફરો ઘાયલ
ઇન્ડિગોની ચંદીગઢ- હૈગરાબાદ ફ્લાઇટમાં પાવ...
May 05, 2026
Trending NEWS
12 June, 2026
12 June, 2026
12 June, 2026
11 June, 2026
11 June, 2026
11 June, 2026
10 June, 2026
10 June, 2026
10 June, 2026
10 June, 2026