ટેરિફના કારણે એક જ તમિલનાડુંમાં 30 લાખ લોકોની નોકરી જશે ઃ પીએમને સીએમનો પત્ર
January 11, 2026
વધુ ટેક્સના કારણે નિકાસકારોની હાલત કફોડી, તિરુપુરનો ભારતના કુલ એક્સપોર્ટમાં 68% હિસ્સો
તિરુપુર- ટેરિફના કારણે તિરુપુરની 20,000 ફેક્ટરી અને આશરે 30 લાખ કામદારોની રોજીરોટી પર ખતરો મંડરાઈ રહ્યો છે. આ સ્થિતિને જોતા તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.
તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી કુમાર દુરૈસામીના મતે, તિરુપુરમાં 2,500 નિકાસકારો અને 20,000 સ્વતંત્ર એકમો કાર્યરત છે. ભારતની કુલ નીટવેર નિકાસમાં આ વિસ્તારનો હિસ્સો 68 ટકા જેટલો માતબર છે. ગયા વર્ષે આ ક્ષેત્રે રૂ. 44,744 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું. કોવિડ લોકડાઉન, વૈશ્વિક આર્થિક મંદી અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવી પ્રતિકૂળતાઓ છતાં આ ક્ષેત્રે 20 ટકાની વૃદ્ધિ હાંસલ કરી હતી. તિરુપુર મુખ્યત્વે અમેરિકા (40%), યુરોપ (40%), યુકે (10%) અને અન્ય દેશોમાં નિકાસ કરે છે.
તિરુપુરને દેશની નીટવેર રાજધાનીતરીકે ઓળખવામાં આવે છે કારણ કે, તે ભારતના કાપડ નિકાસમાં પ્રભુત્વ ધરાવે છે. ખાસ કરીને કોટન નીટવેર, જે રાષ્ટ્રીય હિસ્સાના 90%થી વધુનું ઉત્પાદન કરે છે, અને કુશળ મજૂર સાથે વિશાળ માળખાગત સુવિધા ધરાવે છે. એટલું જ નહીં, તિરુપુર વૈશ્વિક બ્રાન્ડ્સને ટેકો આપે છે અને લાખો લોકો માટે રોજગારીનું પણ સર્જન કરે છે. કોટન જિનિંગમાં સફળતા હાંસલ કરીને તિરુપુર હોઝિયરી, કેઝ્યુઅલ વેર અને સ્પોર્ટસવેરનું કેન્દ્ર બની ગયું છે. હવે તે દેશના ગાર્મેન્ટ ઉદ્યોગ માટે એક મુખ્ય આર્થિક પાવરહાઉસમાં પરિવર્તિત થયું છે. આ સ્થિતિમાં જે નિકાસકારો સંપૂર્ણપણે અમેરિકન ખરીદદારો પર નિર્ભર છે, તેમની હાલત સૌથી વધુ કફોડી બની છે. અન્ડરગારમેન્ટ્સ, બેબી સૂટ્સ અને સ્લીપવેર બનાવતી ફેક્ટરીઓ ઊંડી મુશ્કેલીમાં મુકાઈ છે.
Related Articles
POCSO એક્ટમાં આવશે 'રોમિયો-જ્યુલિયટ ક્લોઝ'? સુપ્રીમ કોર્ટ રાહત આપવાના મૂડમાં!
POCSO એક્ટમાં આવશે 'રોમિયો-જ્યુલિયટ ક્લો...
Jan 11, 2026
Grokએ અશ્લીલ કન્ટેન્ટ ફેલાવતા 600થી વધુ એકાઉન્ટ્સ ડિલીટ કર્યા
Grokએ અશ્લીલ કન્ટેન્ટ ફેલાવતા 600થી વધુ...
Jan 11, 2026
કેરળમાં કોંગ્રેસે કાઢી મૂકેલા ધારાસભ્યની ધરપકડ, યૌન શોષણના 3 કેસ બાદ કાર્યવાહી
કેરળમાં કોંગ્રેસે કાઢી મૂકેલા ધારાસભ્યની...
Jan 11, 2026
ભાજપ સાથે વાત થઈ ગઈ છે, અન્ય નેતાઓને મહત્ત્વ નથી આપતો: અજિત પવાર
ભાજપ સાથે વાત થઈ ગઈ છે, અન્ય નેતાઓને મહત...
Jan 11, 2026
UNમાં નોકરી કરીને કમાયેલી જીવનભરની કમાણી દંપતીએ ગુમાવી, 15 કરોડનું ડિજિટલ ફ્રોડ
UNમાં નોકરી કરીને કમાયેલી જીવનભરની કમાણી...
Jan 11, 2026
રસુલપરામા શેરડીના ખેતરમાં શ્રમિકને દીપડાએ ફાડી ખાધો
રસુલપરામા શેરડીના ખેતરમાં શ્રમિકને દીપડા...
Jan 11, 2026
Trending NEWS
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026