Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

મણિપુરમા ધારાસભ્યોના ઘરને નુકસાન પહોંચાડનારા 41ની ધરપકડ, ઈન્ટરનેટ બંધ

November 25, 2024

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે જણાવ્યું હતું કે 16 નવેમ્બરે વિરોધ પ્રદર્શન દરમિયાન મંત્રીઓ અને ધારાસભ્યોની સંપત્તિની લૂંટમાં સામેલ શંકાસ્પદ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મણિપુરમાં ગયા વર્ષે મે મહિનામાં ફાટી નીકળેલી હિંસા હજુ અટકી નથી. તાજેતરમાં ઘણા મંત્રીઓ અને ધારાસભ્યોના ઘર સળગાવવામાં આવ્યા હતા, જેના કારણે અહીંના લોકો ભયમાં જીવી રહ્યા છે. જો કે પોલીસ સતત કડક કાર્યવાહી કરી રહી છે. તેણે ઈમ્ફાલ ખીણમાં 16 નવેમ્બરે ધારાસભ્યોના નિવાસોને નુકસાન પહોંચાડવા બદલ વધુ સાત લોકોની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે, આ ધરપકડો છેલ્લા બે દિવસમાં કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે શુક્રવારે કાકચિંગ જિલ્લામાંથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન, ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લા પોલીસે શનિવારે ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ધરપકડો સાથે, ચૂંટાયેલા સભ્યોના ઘરોમાં આગચંપી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા વધીને 41 થઈ ગઈ છે.