સોનામાં ₹4200 તો ચાંદીમાં ₹6100થી વધુની ઉથલપાથલ
August 27, 2026
સોના-ચાંદીના વાયદા બજારમાં સતત ત્રીજા દિવસે ભારે વેચવાલીને કારણે મોટો ઘટાડો જોવા મળ્યો. એમસીએક્સ (MCX) બજારમાં સોનાના ચાર્ટ પર સતત ત્રીજી રેડ કેન્ડલ રચાઈ છે, જે કિંમતોમાં કડાકાની સ્થિતિ સ્પષ્ટ કરે છે. સોનું ₹1,65,000 ના સ્તર તરફ આગળ વધવાને બદલે ઝડપથી ગગડીને ₹1,60,000 ની મહત્ત્વની માનસિક સપાટી ગુમાવી ચૂક્યું છે. તે જ રીતે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાતા તે ₹2,40,000 ની નીચે આવી ગઈ હતી. જોકે આજે સોના-ચાંદીની કિંમતોમાં ભારે ઉથલપાથલની સ્થિતિ જોવા મળી હતી.
સોનાનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) ₹1,59,663.00 હતો. આજે તે ₹1,60,499.00 ના ભાવે ઓપન થયા બાદ દિવસ દરમિયાન ₹1,60,898.00 નો હાઈ અને ₹1,56,692.00 નો લો રેકોર્ડ થયો હતો. હાલ સોનું ₹1,58,449.00 આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. સોનામાં આજે કુલ 4206 રૂપિયાની ઉથલપાથલ જોવા મળી છે. જોકે હાલમાં સોનું પ્લસમાં ખુલ્યા બાદ ફરી એકવાર માઈનસમાં ટ્રેડ થઈ રહ્યું છે પરંતુ તેમાં સારી એવી રિકવરી દેખાઈ છે. સોનું હાલમાં 734 રૂપિયાના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.
ચાંદીનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) ₹2,39,638.00 હતો. જે આજે ₹2,42,999.00 ના ભાવે ઓપન થઈ હતી. દિવસ દરમિયાન ચાંદીમાં ₹2,42,999.00 નો હાઈ અને ₹2,36,878.00 નો લો જોવા મળ્યો હતો. હાલ ચાંદી ₹2,38,798.00 ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. જોકે ચાંદીમાં પણ આજે મોટી ઉથલપાથલ જોવા મળી. ચાંદી આજે 242999ની સપાટીએ ખુલ્યા બાદ સીધી ગગડીને 236878 ના લૉને સ્પર્શી ગઈ હતી. જે દર્શાવે છે કે 6121 રૂપિયાનો ઘટાડો થઈ ગયો હતો. જોકે પછીથી ચાંદીમાં રિકવરી આવતા સમાચાર લખવા સુધીમાં ચાંદી 240219 રૂપિયાના લેવલે આવી ગઇ હતી જે 500 રુપિયાથી વધુનો ઉછાળો દર્શાવી રહી છે.
Related Articles
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી થઈ! યુએસ ફેડરલ રિઝર્વના આ એક નિવેદનથી બજાર ધ્રૂજ્યું
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી...
Aug 29, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026